ETV Bharat / state

Newborn abandoned case: કચરામાં ફેંકી દીધેલા બાળકને માતાએ સ્વીકાર્યું, ફેંકવા પાછળનું કારણ ઉઘડ્યું

વડોદરામાં કડકડતી ઠંડીમાં કચરામાંથી ત્યજેલુ નવજાત બાળક મળી આવ્યું હોય તેવી ઘટના સામે આવી છે. જો કે આ મામલે પોલીસ માવતર બની હતી. આ કેસમાં હવે એની માતાએ નવજાતને સ્વીકારી લીધું છે. જોકે, એ ઘટના પરથી પર્દાફાશ થયો હતો કે, શા માટે આ શિશુને ફેંકી દેવાયું હતું.

Newborn abandoned case: કચરામાં ફેંકી દીધેલા બાળકને માતાએ સ્વીકાર્યું, ફેંકવા પાછળનું કારણ ઉઘડ્યું
Newborn abandoned case: કચરામાં ફેંકી દીધેલા બાળકને માતાએ સ્વીકાર્યું, ફેંકવા પાછળનું કારણ ઉઘડ્યું
author img

By

Published : Jan 20, 2023, 10:56 AM IST

વડોદરાઃ શહેરના કારેલીબાગ પાસે ખાસવાડી સ્મશાન રોડ પર ગુરૂવારે વહેલી સવારે કચરામાં ફેંકી દેવામાં આવેલું નવજાત શિશુ મળી આવ્યું હતું. આ ઘટનાને લઈને સમગ્ર વડોદરામાં ચકચાર મચી ગઈ હતી. પોલીસને આ અંગેની જાણકારી મળતા પોલીસ યુદ્ધના ધોરણે દોડી ગઈ હતી. ગણતરીના કલાકમાં જ મચ્છીપીઠના પ્રેમી યુગલનું ક્નેક્શન મળી આવ્યું. જેના જાન્યુઆરી મહિનાના અંતમાં લગ્ન થવાના છે. પોલીસ સામે બાળકની માતાએ બાળકને સ્વીકારી લેતા મમલો ઉકેલાયો છે.

આ પણ વાંચોઃ Vadodara News : ત્રણ બાળકોનો પક્ષી તીર્થ વઢવાણા ખાતે થનારી પક્ષી ગણતરીમાં ગણતરીકાર તરીકે સમાવેશ

આવું બન્યુંઃ ગુરૂવારે અચાનક યુવતીને પ્રસુતીનો દુખાવો થયો હતો. યુવતીએ પોતાના પ્રેમી યુવકને જાણ કરી હતી. કમરમાં દુખાવો થતો હોવાથી ચેકઅપ કરવા જવાનું બહાનું કરીને તેઓ હોસ્પિટલ તરફ જતા હતા. એ સમયે રિક્ષામાં બાળકનો જન્મ થયો હતો. જોકે, પછી સયાજી હોસ્પિટલમાં એમની સારવાર કરાવવામાં આવી હતી. નવજાતને ખાસવાડી સ્માશાન પાસે ઉકરડામાં પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને ફેંકી દેવામાં આવ્યું હતું. સવારે નજીકમાં ગેરેજ ધરાવતા હફીઝઉદ્દિને કચરાના ઢગલામાં બાળકને રડવાનો અવાજ સાંભળ્યો હતો. એ સમયે રિક્ષા ચાલક પણ હાજર હતો. આસપાસ બીજુ કોઈ ન હોવાને કારણે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી.

પોલીસે તપાસ કરીઃ પોલીસે આ શિશુ કોનું છે અને ક્યાંથી આવ્યું એ અંગે ઝીણવટભરી તપાસ કરી હતી. જેમાં પ્રેમી યુગલ ફેંકી ગયું હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસ વખતે પ્રેમી યુગલે કબૂલાત કરી હતી કે, આ બાળક એમનું છે. હાલ તો પોલીસે નવજાત શિશુને ફેંકી દેનારા સામે કાયદાકીય પગલાં લીધા છે. હવે બાળકનો ડીએનએ ટેસ્ટ કરાવાશે એ પછી દંપતિને સોંપવામાં આવશે. ગતણરીના સમયમાં જ શિશુને કેમ સ્વીકારવામાં આવ્યું એ અંગેની હકીકત એવી છે કે, યુગલે પોતાના પરિવારજનોને આ ઘટના અંગે જાણ કરી હતી. પરિવાજનોએ એમને સધિયારો આપ્યો હતો. જેના કારણે યુગલમાં હિંમત આવી હતી. પોલીસ કેસ થઈ શકે એવું ભાન થતા ભૂલ સ્વીકારી. પોલીસ કેસથી બચવા માટે બાળકને સ્વીકારી લીધું

આ પણ વાંચોઃ Crime news: ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા કોન્સ્ટેબલ મહારાષ્ટ્રથી મળી આવી

શી ટીમની કામગીરીઃ જ્યારે આ ઘટનાની જાણકારી વડોદરા પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચી એ સમયે શી ટીમ નજીકના વિસ્તારમાં હોવાથી કારેલીબાગ પોલીસ સાથે કામગીરી કરી હતી. નવજાતને હેમખેમ રીતે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યું હતું. જો યોગ્ય સમયે શી ટીમ પહોંચી ન હોત તો કોઈ પશુ ખાઈ ગયું હોત. જ્યારે પોલીસને જાણવા મળ્યું કે, આ યુગલના લગ્ન જાન્યુઆરી અંત સુધીમાં થવાના છે એ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. લગ્ન પહેલા બાળક આવી જતા અનેક દિશામાં આશંકા ઊઠી હતી.

યુગલ ગભરાયુંઃ જ્યારે રિક્ષમાં બાળકનો જન્મ થઈ ગયો એ સમયે યુગલ મુંઝાઈ ગયું હતું. આ વાત સમાજમાં ફેલાશે તો આબરૂના કાંકરા થશે એ બીકથી બીજા કેટલાક વિચાર એને આવતા હતા. પછી યુવાને યુવતીને હોસ્પિટલમાં એડમીટ કરાવી દીધી. જ્યારે બાળકને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને ખાસવાડી સ્મશાન પાસે આવેલા ઉકરડામાં ફેંકીને આવ્યો હતો. બાળકનું વજન 3 કિલો 200 ગ્રામ હતું. તબીબોના મત અનુસાર અઢી કિલોથી વધારે વજનવાળું બાળક હેલ્થી માનવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.