વડોદરા: થોડા દિવસો અગાઉ મોડી રાત્રે મોના હિંગુ નામની મહિલાએ નશામાં ચૂર હાલતમાં પોલીસ સાથે તકરાર કરી હતી. જે મામલે આજે એક વેપારીને ધમકી મળી હોવાની ફરિયાદ ગોત્રી પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. નવયુવાન પેઢીમાં મહિલાઓ પણ ડ્રીંક્સના નશામાં બની ગઈ છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. ત્યાં જ પુષ્કળ પ્રમાણમાં દારૂનું વેચાણ થઈ રહ્યું હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
વેપારીને મળી ફોન ઉપર ધમકી: થોડા દિવસો અગાઉ સંસ્કારી નગરીને લાન્છન લગાવતો બનાવ સામે આવ્યો હતો. જેમાં વડોદરા ગોત્રી વિસ્તારમાં એક મહિલાએ કરેલી તકરારમાં વેપારીને ફોન પર ધમકી મળી કે, મોના હિંગુ બનાવથી તુ દુર રહેજે, તને ગમે ત્યારે ગાયબ કરી દઈશું. શહેરમાં આવા ગુનેગારો ખુલે આમ ફરી રહ્યા છે. જો આમને આમ પરિસ્થિતિ ચાલી તો શહેરની મહિલાઓ પણ સુરક્ષિત નહીં રહે.
ફરિયાદ અનુસાર: નોંધાવેલી ફરિયાદ અનુસાર તારીખ 27 ઓગસ્ટના રોજ હું મારા ઘરે હાજર હતો. ત્યારે મારા મોબાઇલ ઉપર ફોન આવ્યો હતો. ફોન રિસીવ કરતા મારું નામ પૂછતાં મેં જણાવ્યું હતું. પછી સામેવાળાએ કહ્યું કે, મોના હિંગુ બનાવથી તુ દૂર રહેજે, જે પછી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. પછી ધમકી આપતા કહ્યું કે, તું ઘરની બહાર નિકળીશ તો, તને ગમે ત્યારે માર મારીને ગાયબ કરી નાંખીશું. આમ કહ્યા બાદ ફોન બંધ કરી દીધો હતો. આખરે આ મામલે મોબાઇલ નંબર ધારક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હવે આ સૌ નગરજનો આ કિસ્સામાં હજી કોઈ નવો વળાંક આવશે તેમ જોઈને શહેરના મિટ મળી રહ્યા છે.