વડોદરા અને સુરત મ્યુનિસિપલ કમિશનરની આંતરિક બદલી કરવામાં આવી હતી. બંછાનિધિ પાનીની વડોદરાના મ્યુનિસિપલ કમિશનર (new municipal commissioner)તરીકે નિયુક્તિ કરાઈ હતી. સુરતમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની છેલ્લા ત્રણ વર્ષથી હતા. આજે વડોદરામાં બંછાનિધી પાનીએ ચાર્જ સંભાળતા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
પદભાર સંભાળ્યો વડોદરાના નવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આજે વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે પદભાર સંભાળ્યો છે. વડોદરા એક સંસ્કારી નગરી છે. વડોદરા શહેરે વારસામાં આપણને ખૂબ સારૂ ઈન્સ્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલોપમેન્ટ આપ્યા છે. ભવિષ્યમાં વડોદરા દેશમાં એક શ્રેષ્ઠ લિવેબલ સીટી (Vadodara best livable city) બને તે પ્રમાણે કામ કરીશું.
વિકાસને લઈને કામગીરી શહેરી વિકાસ માટે મુખ્ય જે બાબતો છે તે ટ્રાન્સપોર્ટેશન અને મોબેલિટી છે. મોબેલિટીના ચાર્જીંગ સ્ટેશન વડોદરાના પબ્લિક પ્લેસમાં બને તેના માટે પ્રયત્નો હાથ ધરવામાં આવશે. તેની સાથે વડોદરામાં ટાઉન પ્લાનિંગ ખૂબ સરસ રીતે એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન વેના વિકાસને લઈને કામગીરી કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટેશન અને મોબેલીટી માટે રોડ અને બ્રિજનો ઉપયોગ કરી લોકો ઓછા સમયે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે તે અંગેના પ્રયત્નો કરવામાં આવશે.
કમાન્ડ અને કન્ટ્રોલ તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડોદરામાં સ્વચ્છતા ક્ષેત્રે ખૂબ મોટું કામ કરીને આખા ભારતમાં 3જા નંબરમાં આવે તેવી કામગીરી કરવામાં આવશે. હાલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સારી કામગીરી કરી રહ્યું છે. આગામી દિવસોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટરથી દરેક વિભાગમાં કામગીરી કરવામાં આવશે. સ્પોર્ટસ ક્ષેત્રે વાત કરતા તેમણે જણાવ્યું કે, વડોદરામાં રહેલા ખેલાડીઓને સારી સુવિધાઓ તેમજ સારી કોચિંગ આપી શકાય તેની સમગ્ર વ્યવસ્થા કરવામાં આવશે. સીટીબસોની સુવિધાઓને લઈને પણ વધુ કામગીરી કરવામાં આવશે. વધુમાં વધુ ઈલેક્ટ્રિક વાહનોનો વપરાશ કરવામાં આવે તેવી કામગીરી હાથ ધરવામાં આવશે.
માણવા લાયક તેમણે વધુમાં કહ્યું કે હાલ તમામ વિષયો પર માહિતી મેળવી લોકોને સેવા આપી શકાય તેવા પ્રયત્નો કરાશે. કોઈ પણ શહેરમાં લોકોના પ્રશ્નો કેન્દ્રમાં રહેશે. જેથી લોકોનો વિકાસ અને સેવા કેન્દ્રનો વિષય છે. જેમાં પાણી આરોગ્ય જેવા અનેક મુદ્દાઓ હોઈ શકે છે. જેથી લોકો માટે રહેવા લાયક અને માણવા લાયક વડોદરા કેવી રીતે બની રહે તેવો પ્રયત્ન હાથ ધરવામાં આવશે.
મોદીની મુલાકાત અત્રે ઉલ્લેખનીય છે કે, બંછાનિધિ પાની વડોદરાના કમિશનર તરીકે નિયુક્ત થતા સુરત શહેરમાં હવે શાલિની અગ્રવાલ કમિશનર તરીકે રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરત મુલાકાત બાદ બીજે જ દિવસે બદલીનો ઓર્ડર કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનમાં સુરત મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરી દેવાય હતી. મનપા કમિશનર બંછાનિધિ પાની સરકારના નજીકના અધિકારી તરીકે માનવામાં આવે છે.