ETV Bharat / state

NEET 2022 Result : વડોદરાની જીલ વ્યાસ ગુજરાતમાં પ્રથમ

NEET 2022નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વડોદરાની જીલ વ્યાસ ગુજરાતમાં પ્રથમ ક્રમે આવી છે. જીલે આ પરિણામા મેળવીને રાજ્ય અને શહેરનું નામ રોશન કર્યું છે. First NEET Exam 2022 Gujarat, NEET 2022 RESULT DECLARE Jil Vyas from Vadodara, NEET 2022 RESULT

NEET 2022 Result: વડોદરાની જીલ વ્યાસ ગુજરાતમાં પ્રથમ ક્રમે

author img

By

Published : Sep 8, 2022, 5:45 PM IST

વડોદરા શહેરના આકાશ બાયજુસની વિદ્યાર્થિની જીલ વ્યાસે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા NEET 2022 ના પરિણામમાં પ્રભાવશાળી(NEET 2022 RESULT ) દેશમાં 9મું સ્થાન મેળવીને ગુજરાતમાં ટોપર (First in NEET Exam 2022 Gujarat)બનીને સંસ્થા અને વડોદરા શહેરને ગૌરવ અપાવ્યું છે. તેણીએ પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીવા 720 માંથી 710 માર્કસ મેળવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગઈકાલે સાંજે પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.

NEET શા માટે લેવાય છે? ભારતમાં સરકારી અને ખાનગી સંસ્થાઓમાં અંડર ગ્રેજ્યુએટ મેડિકલ (એમબીબીએસ), ડેન્ટલ (બીડીએસ) અને આયુષ (બીએએમએસ, બીયુએમએસ, બીએચએમએસ, વગેરે) અભ્યાસક્રમો કરવા માંગતા અને વિદેશમાં પ્રાથમિક તબીબી લાયકાત મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ક્વોલિફાઇંગ ટેસ્ટ તરીકે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા NEETની પરીક્ષા વાર્ષિક ધોરણે લેવામાં આવે છે.

NEET પરીક્ષા પરિણામ

રાજ્યમાં પ્રથમ નંબર પર સ્થાન મેળવ્યું વિશ્વની સૌથી અઘરી પ્રવેશ પરીક્ષા ગણાતી નીટ ક્રેક કરવા માટે વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરવી પડતી હોય છે ત્યારે નીટની પરીક્ષામાં ટોપ મેળવવો એ ખૂબ જ મુશ્કેલ બાબત છે. NEET 2022 માટે દેશભરમાંથી કુલ 18 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં દેશમાં ટોપ 50 માં ગુજરાતના માત્ર 5 વિદ્યાર્થી છે જેમાં જીલ વ્યાસ ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 9માં ક્રમે રહી રાજ્ય અને શહેરનું નામ રોશન કર્યું છે.

કોરોનાની મહામારીમાં તનતોડ મહેનત કરી જીલ વ્યાસે જણાવ્યું હતું કે ખુબજ મહેનત કરી છે જેનું પરિણામ મળ્યું છે. શરૂઆત કરી હતી ત્યારે કોરોનાની મહામારી ચાલી રહી હતી અને લોકડાઉન જેવી સ્થિતિમાં પણ મેં ખૂબ મહેનત કરી હતી. આ સમયે મોટા ભાગનો અભ્યાસ ઓનલાઈન કર્યો છે. મારા ટીચર્સ અને માતા પિતાનો ખુબ સારો સહકાર મળ્યો છે. આજના સમયમાં સોસિયલ ઈન્ટરનેટના સમયમાં કોરોનાના કારણે માત્ર વોટ્સઅપ નો જ ઉપયોગ માત્ર અભ્યાસ માટે કર્યો હતો. મારી સફળતાનો શ્રેય હું મારા માતા પિતા અને મને જ્ઞાન પીરસનાર ટીચર્સને આપવા માંગુ છું કે જેઓ દ્વારા સતત મને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. હોવી હું પિતાની જેમ ડોક્ટર બનવા માંગુ છું.

સફળતા માટે યોગ્ય દિશામાં મહેનત કરવી જોઈએ પિતાએ કહ્યું કે જીલ પોતે પોતાના જીવનમાં આગળ વધવું એ પોતે નિર્ણય કરી ચુકી હતી હું ડોક્ટર છું જેથી મેં ધ્યાન આપ્યું નથી. પરંતુ તેની માતાએ ખૂબ સપોર્ટ કરી તેને મહેનત સાથે જરૂરિયાત પૂરી કરી યોગ્ય માર્ગદર્શનના કારણે આજે સફળ થઈ છે. મહેનત માટે કલાકો વાંચવું જરૂરી નથી પરંતુ યોગ્ય આયોજન પૂર્વક કરેલ મહેનત કામે લાગી છે. આજે અમે ખૂબ ખુશ છીએ. સારા માર્ક્સ આવશે તે ખબર હતી પરંતુ ટોપમાં સ્થાન મળશે તે અમારા માટે ગર્વની બાબત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.