આ સમગ્ર મામલે સાવલી પોલીસ વિભાગ દ્વારા ડોગસ્કોર્ડની મદદ પણ લેવામાં આવી હતી. ડોગસ્ક્વોડની મદદ દ્વારા કેનાલ પર આવેલી કોતરોમાં બુધવારના રોજ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ કામગીરી માટે થઈને સાવલી પોલીસ વિભાગ દ્વારા NDRF ટીમની પણ મદદ લેવામાં આવી હતી. આ તપાસ કાર્યવાહિમાં NDRFના કર્મચારીઓએ બોટ દ્વારા પણ નર્મદા કેનાલમાં મોડી રાત સુધી તપાસ કાર્યવાહી કરી હતી.
બુધવારના રોજથી હાથ ધરવામાં આવેલી તપાસનો ગુરૂવારના રોજ અંત આવ્યો હતો. જેમાં પોલીસને સાવલીના એસ્સાર પેટ્રોલ પંપના મેનેજરનો મૃતદેહ મળી આવ્યો છે. જો કે આ અંગેની તપાસ બુધવારની રાતે વધું અંધારૂ હોવાના કારણે તપાસ મોકુફ રાખવામાં આવી હતી. જેને પગલે ગુરૂવારની વહેલી સવારથી જ નર્મદા કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. NRDFની ટીમે 5 કલાકની જહેમત બાદ યુવરાજસિંહ નામક મેનેજરનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. જો કે શોધખોળના અંતે યુવરાજસિંહનો મૃતદેહ અર્ધ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. જેને સાવલી સરકારી હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. જે બાદમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એસ્સાર મેને પેટ્રોલ પંપના મેનેજરની રહસ્યમય હત્યાના કેસ પરથી પોસ્ટમૉર્ટમ બાદ જ પરદો ઉચકાશે.