ETV Bharat / state

વડોદરાના વલણ ગામમાં લઘુમતી સમાજના વેપારીઓએ બંધને આપ્યુ સમર્થન - Vadodara samachar

સંસદમાં પસાર કરાયેલા અને કાયદાનું રૂપ ધારણ કરેલા નાગરિકતા બીલનો વિરોધનો વંટોળ હજુ પણ શમવાનું નામ નથી લઇ રહ્યો. એક માસ ઉપરાંતનો સમય વિતી ગયો હોવા છતાં હજુ પણ નાગરિકતા બીલના વિરોધમાં દેશભરમાં મુસ્લિમ સંપ્રદાયના લોકોમાં ઉગ્ર રોષ સાથે ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે

etv
મુસ્લિમ વેપારીઓએ ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખી સખ્ત વિરોધ વ્યક્ત કર્યો
author img

By

Published : Jan 30, 2020, 7:14 AM IST

વડોદરાઃ નાગરિકતા બીલ રદ કરવાની માંગ સાથે હજુ પણ દેશભરમાં ઠેર ઠેર લઘુમતી સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શનો તથા બંધ પાળી વિરોધ વ્યક્ત કરાઇ રહ્યો છે. જે અંતર્ગત બુધવારના રોજ કરજણ અને વલણ નગર સહિત પંથકના ગામોના લઘુમતી વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખી ભારત બંધના એલાનમાં જોડાયા હતા.

મુસ્લિમ વેપારીઓએ ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખી સખ્ત વિરોધ વ્યક્ત કર્યો
બંધના એલાનના પગલે કરજણ વલણ નગરના બજારોમાં આવેલી લઘુમતી વેપારીઓની દુકાનો બંધ સંપૂર્ણ નજરે પડી હતી. બંધની અસરો બજારોમાં સ્પષ્ટ નજરે પડી રહી હતી. સવારથી જ મુસ્લિમ વેપારીઓએ સ્વયંભૂ બંધમાં જોડાઇ કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા કાળા કાયદાનો ઉગ્ર આક્રોશ સાથે સખ્ત વિરોધ વ્યક્ત કર્યો હતો. પંથકના કરજણ સાંસરોદ, વલણ, વગેરે ગામોમાં પણ લઘુમતી વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી બંધમાં જોડાયા હતા. બંધના એલાનને પગલે કરજણ પોલીસ મથકના પોલિસ રજ્યાએ નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. કોઇપણ જાતની અનિચ્છનીય ઘટના બનવા પામી ન હતી.

Intro: નાગરિકતા બિલના વિરોધમાં ભારત બંધના એલાનને પગલે કરજણ નગર સહિત વલણ પંથકના ગામોમાં મુસ્લિમ વેપારીઓએ ધંધા - રોજગાર સંપૂર્ણ બંધ રાખી સખ્ત વિરોધ વ્યક્ત કર્યો હતો...

Body:સંસદમાં પસાર કરાયેલા અને કાયદાનું રૂપ ધારણ કરેલા નાગરિકતા બીલનો વિરોધનો વંટોળ હજુ પણ શમવાનું નામ નથી લઇ રહ્યો. એક માસ ઉપરાંતનો સમય વિતી ગયો હોવા છતાં હજુ પણ નાગરિકતા બીલના વિરોધમાં દેશભરમાં મુસ્લિમ સંપ્રદાયના લોકોમાં ઉગ્ર રોષ સાથે ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. નાગરિકતા બીલ રદ કરવાની માંગ સાથે હજુ પણ દેશભરમાં ઠેર ઠેર મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા વિરોધ પ્રદર્શનો તથા બંધ પાળી વિરોધ વ્યક્ત કરાઇ રહ્યો છે. જે અંતર્ગત બુધવારના રોજ કરજણ અને વલણ નગર સહિત પંથકના ગામોના મુસ્લિમ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખી ભારત બંધના એલાનમાં જોડાયા હતા.

Conclusion:બંધના એલાનના પગલે કરજણ વલણ નગરના બજારોમાં આવેલી મુસ્લિમ વેપારીઓની દુકાનો બંધ સંપૂર્ણ નજરે પડી હતી. બંધની અસરો બજારોમાં સ્પષ્ટ નજરે પડી રહી હતી. સવારથી જ મુસ્લિમ વેપારીઓએ સ્વયંભૂ બંધમાં જોડાઇ કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા કાળા કાયદાનો ઉગ્ર આક્રોશ સાથે સખ્ત વિરોધ વ્યક્ત કર્યો હતો. પંથકના કરજણ સાંસરોદ, વલણ, વગેરે ગામોમાં પણ મુસ્લિમ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી બંધમાં જોડાયા હતા. બંધના એલાનને પગલે કરજણ પોલીસ મથકના પોલિસ રજ્યાએ નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. કોઇપણ જાતની અનિચ્છનીય ઘટના બનવા પામી ન હતી...

Byte-firoj
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.