ETV Bharat / state

વડોદરાના પાદરામાં દીકરીના લગ્ન નિમિત્તે ફાર્મ હાઉસમાં મ્યુઝિકલ પાર્ટીનું આયોજન - Disaster Management Act

કોરોનાના કહેર વચ્ચે પાદરામાં દીકરીના લગ્ન નિમિત્તે ફાર્મ હાઉસમાં મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ મ્યુઝિકલ પાર્ટીમાં ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મમતા સોનીએ ઠૂમકા લગાવ્યા હતા. લગ્ન નિમિત્તેની પાર્ટીમાં 400 ઉપરાંત લોકો જોડાયા હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું હતું. બોલીવુડના ફિલ્મના ગીત ઉપર અભિનેત્રી ઉપર રૂપિયાનો વરસાદ કરી મનમૂકી નાચ્યા હતા. જોકે, પાદરા પોલીસે કોરોનાની ગાઈડ લાઈન મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

લગ્ન નિમિત્તે ફાર્મ હાઉસમાં મ્યુઝિકલ પાર્ટીનું આયોજ

author img

By

Published : Apr 11, 2021, 9:58 AM IST

  • લગ્ન નિમિત્તે પાદરાના ફાર્મ હાઉસમાં મ્યુઝિકલ પાર્ટીનું આયોજન
  • મ્યુઝિકલ પાર્ટીમાં 400 ઉપરાંત લોકો જોડાયા હોવાનું અનુમાન
  • કોવિડ ગાઈડ લાઈન જાહેરનામા ભંગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો દાખલ

વડોદરા : પાદરા ટાવર રોડ પર રહેતા ફારૂક કાલુ મેમણની દીકરીનું લગ્ન હતું. દીકરીના લગ્ન નિમિત્તે પાદરા ડભાસા રોડ ઉપર આવેલા રંગ ફાર્મ હાઉસમાં ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મમતા સોનીની મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિકલ પાર્ટીમાં 400 ઉપરાંત લોકો જોડાયા હોવાનું અનુમાન છે.

લગ્ન નિમિત્તે ફાર્મ હાઉસમાં મ્યુઝિકલ પાર્ટીનું આયોજ
લગ્ન નિમિત્તે ફાર્મ હાઉસમાં મ્યુઝિકલ પાર્ટીનું આયોજ

ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મમતા સોનીએ ડાન્સ કર્યો હતો

મ્યુઝિકલ પાર્ટીમાં ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મમતા સોનીએ કજરા…રે.. કજરા…રે.. ગીત ઉપર ઠૂમકા લગાવ્યા હતા. અભિનેત્રીના ઠૂમકા જોઈ લગ્ન નિમિત્તેની પાર્ટીમાં જોડાયેલા કેટલાક લોકોએ અભિનેત્રી ઉપર રૂપિયાનો વરસાદ કર્યો હતો. તો કેટલાક લોકોએ કજરા..રે.. ગીત ઉપર મન મૂકીને નાચ્યા હતા. આ વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થયો હતો. ફાર્મ હાઉસમાં ભવ્ય સ્ટેજ બાંધી આયોજીત લગ્ન નિમિત્તેની આ મ્યુઝિકલ પાર્ટીમાં જોડાયેલા અનેક લોકો માસ્ક વગર ના હતા. તેમજ સોશિયલ ડિસ્ટન પણ જાળવ્યુ ન હતું. અભિનેત્રીના વિવિધ ગીતો ઉપરના ડાન્સ સાથે આનંદ લૂટ્યો હતો.

આ પણ વાંચો : કોરોના ગાઇડલાઇન્સના ભંગ બદલ માત્ર એક અઠવાડિયામાં અમદાવાદીઓ પાસેથી રૂ.2 કરોડનો દંડ વસુલવામાં આવ્યો

સરકાર દ્વારા જાહેર કાર્યક્રમો યોજવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

કાળો કેર વર્તાવી રહેલા કોરોનાને પગલે સરકાર દ્વારા જાહેર કાર્યક્રમો યોજવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે સાથે લગ્ન પ્રસંગ સહિત શુભ-અશુભ પ્રસંગો ઉપર પણ મર્યાદિત સંખ્યા નક્કી કરવામાં આવી છે. ત્યારે પાદરાના રહેવાસી ફારુક મેમણે પોતાની દિકરીના લગ્ન ફાર્મ હાઉસ પર મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરીને ગુજરાતી ફિલ્મોની અભિનેત્રીની ડાન્સ કરતાા ચકચાર મચી ગઇ હતી.

આ પણ વાંચો : રાણાવાવમાં તાજીયાને લઇને લોકોના ટોળા, જાહેરનામાના ભંગ બદલ પોલીસે કરી કાર્યવાહી

ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થયો

ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થવાને કારણે કોવિડ ગાઇડલાઇનના પાલનમાં તંત્રની પોલ ખુલ્લી પડી જવા પામી હતી. મોડી રાત સુધી ચાલેલી આ મ્યુઝિકલ પાર્ટી અંગેની જાણ પાદરા પોલીસને થતાં PSI પી.ડી. જયસ્વાલ પોતાના સ્ટાફ સાથે દોડી ગયા હતા અને તાત્કાલિક મ્યુઝિકલ પાર્ટી બંધ કરાવી દીધી હતી.

માસ્ક વગરના 15 લોકો પાસેથી કુલ 15,000 વસુલ્યા

મ્યુઝિકલ પાર્ટીમાં પોલીસ ત્રાટકતાની સાથે જ મ્યુઝિકલ પાર્ટીમાં જોડાયેલા લોકો ચોંકી ઉઠ્યા હતા. પાદરા પોલીસે મ્યુઝિકલ પાર્ટીમાં માસ્ક વગર આવેલા 15 લોકોની પાસેથી નિર્ધારિત થયેલા રૂપિયા 1,000 પ્રમાણે 15,000 હજારનો દંડ વસુલ કર્યો હતો. તે સાથે મ્યુઝિકલ પાર્ટીના આયોજક ફારૂક મેમણ સામે કોવિડની ગાઈડ લાઈન મુજબ જાહેરનામા ભંગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.