ETV Bharat / state

વડોદરામાં ખોડિયાર નગર પાસે યુવાનની હત્યા - Murder of a youth near Khodiyar Nagar, Vadodara

વડોદરા શહેરના ખોડીયાર નગર નજીક બ્રહ્માનગર પાસેના ખુલ્લા મેદાનમાં મોતને ઘાટ ઉતારીને ફેંકી દેવામાં આવેલા યુવાનનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

વડોદરા ખોડિયાર નગર પાસે યુવાનની હત્યા
વડોદરા ખોડિયાર નગર પાસે યુવાનની હત્યા
author img

By

Published : Jan 6, 2021, 8:47 PM IST

Updated : Jan 6, 2021, 9:07 PM IST

  • સયાજીપુરા ખોડિયાર નગર પાસે ખુલ્લા મેદાનમાં યુવાનની હત્યા
  • કલરકામ કરનાર યુવાનની હત્યાથી ચકચાર
  • પોલીસે પૂછપરછનો દોર શરૂ કર્યો

વડોદરા : શહેરના ખોડીયાર નગર નજીક બ્રહ્માનગર પાસેના ખુલ્લા મેદાનમાં મોતને ઘાટ ઉતારીને ફેંકી દેવામાં આવેલા યુવાનનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

વડોદરા ખોડિયાર નગર પાસે યુવાનની હત્યા

શરાબની મહેફિલ અથવા અન્ય કારણસર હત્યા કરાઈ હોવાની આશંકા

હરણી પોલીસ મથકની હદમાં આવેલા બ્રહ્માનગર પાસેના ખુલ્લા મેદાનમાં એક યુવાનનો મૃતદેહ હોવાની જાણ હરણી પોલીસને થતાં તુરતજ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઇ તપાસ શરૂ કરી હતી.પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં મોતને ઘાટ ઉતારાયેલ યુવાનના હાથ ઉપર અનિલ યાદવ નામનું લખાણ મળી આવ્યું હતું.

કેટલાક શકમંદોની અટકાયત,વધુ તપાસ હાથ ધરી

જેથી પોલીસે મૃતકનું નામ અનિલ યાદવ હોવાનું અનુમાન લગાવી તપાસ શરૂ કરી હતી. ડી.સી.પી.લખધિરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મોતને ઘાટ ઉતારાયેલા યુવાનના કાનની નીચેના ભાગે કોઇ અજાણ્યા શખ્સોએ તિક્ષણ હથિયારનો ઘા મારી હત્યા કરી હોવાનું જણાઇ આવ્યું છે. આ ઉપરાંતા આ યુવાન કલર કામનો વ્યવસાય કરતો હતો. અને તે છેલ્લા વડોદરાના સીતારામ નગરની સાઇટ ઉપર તેનું કામ ચાલતુ હતું. પોલીસ તપાસમાં એવી પણ વિગત મળી છે કે, મરનાર સાથે અન્ય વ્યક્તિઓ પણ મજૂરી કામ કરતા હતા. જે પૈકી કેટલાંકની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. બીજી બાજુ અટકાયત કરવામાં આવેલા શકમંદોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેઓની પૂછપરછ દરમિયાન હત્યાનું કારણ બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય નહિં. અનિલ યાદવ નામના યુવાનની કયા કારણોસર હત્યા કરવામાં આવી છે અને કોણે હત્યા કરી છે. તે તપાસ બાદ બહાર આવશે. વિવિધ ટીમો બનાવીને તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. હાલ હરણી પોલીસ મથકમાં અજાણ્યા વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Last Updated : Jan 6, 2021, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.