વડોદરા : સ્થાયી સમિતિએ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સૂચવવામાં આવેલા આશરે રૂપિયા 10 કરોડના આડકતરા કર(લાગતો) પૈકી 70 ટકા જેટલી લાગતો ફગાવી દીધી છે. વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા હાલમાં જે વિસ્તારમાં 12 વોલ્ટની LED સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી છે. તે 20 વોલ્ટની LED લાઇટો લગાવવા ઉપરાંત અન્ય સૂચન અને ઠરાવો સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવ્યા છે.
આ અંગે સ્થાયી સમિતિના ચેરમેન સતિષ પટેલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, વર્ષ-2020-21નું ડ્રાફ્ટ બજેટ રેવન્યુ જમામાં 1.20 લાખનો ઘટાડો કર્યો છે. એટલે કે,રૂપિયા 1257.68 કરોડ થશે. એજ રીતે રેવન્યુ ખર્ચમાં રૂપિયા 75.75 લાખનો વધારો થયો છે. એટલે કે, કુલ રેવન્યુ ખર્ચ રૂપિયા 1210.19 કરોડ થશે. તેથી કેપિટલ ખર્ચમાં 204 લાખનો વધારો કરતા રૂપિયા 327.72 કરોડ થાય છે. આમ કુલ મળીને રૂપિયા 3769.17 કરોડના ડ્રાફ્ટ બજેટને મંજૂર કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.