ETV Bharat / state

ગાયોને મળશે પોષણ, 24.17 લાખની સહાય મંજૂર - Mukhyamantri Gau Mata Poshan Yojana fund

વડોદરામાં 6 ગૌશાળાઓને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના (Mukhyamantri Gau Mata Poshan Yojana) હેઠળ રૂપિયા 24.17 લાખની સહાય મંજૂર (Mukhyamantri Gau Mata Poshan Yojana fund) કરવામાં આવી છે. જેની ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા સહાયની રકમ જે તે લાભાર્થી સંસ્થાના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. સાથે જ વધુ 2 પાંજરાપોળના 2495 પશુઓ માટે 68.86 લાખની દરખાસ્ત રાજ્યકક્ષાની સમિતિમાં મંજૂરી અર્થે મોકલવામાં આવી છે.

ગાયોને મળશે પોષણ, 24.17 લાખની સહાય મંજૂર

author img

By

Published : Jan 2, 2023, 6:49 PM IST

વડોદરા: ગાયોના રક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના (Mukhyamantri Gau Mata Poshan Yojana) શરૂ કરવામાં આવી છે. ગૌશાળા, પાંજરાપોળ દ્વારા પ્રાણી કલ્યાણની ભાવનાથી ગાય અને ભેંસ વર્ગના પશુઓને નિભાવવાની કામગીરી કરવામાં આવે છે. આવી સંસ્થાઓ દાન અને સેવા પેટે મળતી સહાયમાંથી પશુઓના નિભાવ અને જાળવણીની કામગીરી કરતી હોય છે. જેના માટે સરકાર તેમને સહાય (Gaumata Nutrition Scheme fund granted in vadodara) પૂરી પાડતી હોય છે. રાજ્યમાં અંદાજે 1200થી વધુ ગૌશાળાઓ અને 200થી વધુ પાંજરાપોળોમાં આશરે 4.50 લાખ જેટલા ગાય અને ભેંસ વર્ગના પશુઓ નિભાવવામાં આવી રહ્યા છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા- પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની યોજના વર્ષ 2022-23થી અમલમાં મુકવામાં આવી છે.

24.17 લાખની સહાય મંજૂર: વડોદરા જિલ્લામાં આવેલ ગૌશાળા-પાંજરાપોળને આ યોજના હેઠળ આવરી લેવા કલેક્ટર અતુલ ગોરના અધ્યક્ષ સ્થાને જિલ્લાકક્ષાની સમિતિની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં જિલ્લામાં એક હજારથી વધુ પશુઓને નિભાવતી 2 પાંજરાપોળના 2495 પશુઓ માટે રૂ.68.86 લાખની દરખાસ્ત તૈયાર કરી રાજ્યકક્ષાની સમિતિમાં સહાય મંજૂરી અર્થે મોકલી આપવામાં આવી હતી. સાથે જ વડોદરા જિલ્લામાં 6 ગૌશાળાઓને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ રૂપિયા 24.17 લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી.

આ પણ વાંચો: પોતાની જમીન ન ધરાવતા પશુપાલકોને પણ ફાયદો, CM પટેલે કર્યું મહત્ત્વનું એલાન

બેંકમાં જમા થશે સહાયની રકમ: જિલ્લા કલેક્ટર અતુલ ગોરે જણાવ્યું કે, વડોદરા જિલ્લામાં એક હજાર કરતા ઓછા પશુઓની 6 ગૌશાળાના 876 પશુઓ માટે રૂપિયા 24.17 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે. જેની ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા સહાયની રકમ જે તે લાભાર્થી સંસ્થાના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. આમ, વડોદરા જિલ્લામાં મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજના હેઠળ રૂપિયા 93.03 લાખની સહાય ચૂકવવામાં આવશે. આ યોજનાનો બાકી રહેલ ગૌશાળાઓએ લાભ લેવા માટે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા જિલ્લા કલેક્ટરે અનુરોધ કર્યો છે. આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભાભોર, નાયબ પશુપાલન નિયામક ડો. જે. આર. દવે, નાયબ પશુપાલન નિયામક (ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના) ડો. પી. એમ.જોષી ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં જામી રહ્યો છે ગુલમર્ગ જેવો માહોલ, તાપમાન ઘટશે ઠંડી વધશે

શું છે મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજના: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના PM નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ રખડતા પ્રાણીઓ માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલી છે. કેટલાક સમયથી ગાયોની મોટી સંખ્યા રસ્તા પર રખડતી જોવા મળી રહી છે અને રસ્તા ઉપર ફરવાના કારણે ખાવા પીવાનું મળતું નથી જેના કારણે તે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બગડી શકે છે. જેના કારણે . ગાયોના રક્ષણ માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલન અને જાળવણીનું કામ કરવા માટે તેમજ યોગ્ય રીતે ચલાવવા માટે સરકાર દ્વારા સંસ્થાઓને સહાય આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.