આ આરોહકોના જુથના નાયબ ટીમ લીડર પ્રાર્થના વૈધ સીકેનીસની માત્ર પોણા ત્રણ વર્ષની પુત્રી ત્વીષા સીકેનીસે માઉન્ટ પાતાલુસના શિખર સુધી સતત માતાની સાથે રહીને અડધી ચઢાઇ સુધી માતા પ્રાર્થનાએ તેને પીઢ પર બાંધીને આરોહણ કરાવ્યું હતું. દર વર્ષે નિયમિત રીતે હિમાળામાં અને પાવાગઢ, જાંબુઘોડા ઇત્યાદિ સ્થળોએ પર્વતારોહણ શિબિરો યોજીને બાળકિશોરોને સાહસિકતા અને હિંમત કેળવવાની સાથે પર્યાવરણથી સમીપ લઇ જવાની કોશિશ કરે છે.
પ્રાચીવૈદ્યની આગેવાની હેઠળના આ વર્ષના માઉન્ટ પાતાલસુ આરોહણ કેમ્પમાં વડોદરા ઉપરાંત નડિયાદ, નાસિક, થાણે અને મુંબઇના 15 જેટલાં બાળકિશોરો ઉત્સાહપૂર્વક જોડાયાં હતા. આ કેમ્પના ભાગરૂપે આ લોકોએ શુન્યની નજીક કે શુન્યથી નીચા તાપમાને આરોહણની સાથે રોક કલાઇમ્બિંગ, રેપલીંગ, રીવર ક્રોસીંગનું રોમાંચક અને સાહસિક પ્રશિક્ષણ મેળવ્યું હતું. સાથે જ અભૂતપૂર્વ હિંમત સાથે આ બાળ કિશોરોએ સ્નોફોલ અને હિમ પવનોના તોફાનનો સામનો કરીને શુન્યથી નીચે ત્રણ ડિગ્રી તાપમાનમાં પાતાલસુના શિખરને સર કર્યું. 9000 ફુટની ઉંચાઇએ સોલાંગ વેલીના બેઝ કેમ્પથી અંજની મહાદેવ વોટરફોલ, ઘુંદી, બકરપાચ જેવા હિમાળાના પડાવોનું આરોહણ કર્યુ હતું.
પ્રકૃતિની સમીપતા અને પ્રકૃતિ સાથેની મૈત્રી હંમેશા આનંદની સાથે અનેરી આત્મ શક્તિ આપે છે. એવા બોધપાઠ સાથે આ બાળકિશોરોએ જીવન સાથે વણાઇ જાય તેવા અવિસ્મરણીય અનુભવો હિમાલયની ગોદમાંથી મેળવ્યા હતા.