વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ પાસે દારૂની મહેફિલ ઝડપાઈ હતી. મળતી માહિતી મુજબ જરોદ પાસે એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલતી હતી, ત્યારે વાઘોડિયા પોલીસે બાતમીને આધારે મહેફિલમાં પહોંચી રંગમા ભંગ પાડી રેડ પાડી હતી. જો કે, આ પોલીસની અચાનક રેડમાં દારૂની મહેફિલ માણતા ૩૫ નબીરાઓની ઘરપકડ કરવામાં આવી હતી. જેમાં પોલીસે 7 ફોર વ્હિલ, 4 મોટર સાઈકલ મળી કુલ 25. 47 લાખનો મુદ્દામાલ ઝપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જો કે, હાલ આ મહેફિલ શા માટે અને કોણે રાખી હતી. તે દિશામા પોલીસે વધુ આગળની તપાસ કરી કાર્યવાહી હાથ ધરી છે.