ETV Bharat / state

કરજણમાં કપિરાજના આતંકથી ગ્રામજનોમાં દહેશતનો માહોલ - કપિરાજના આતંકથી ગ્રામજનોમાં ભય

વડોદરા: જિલ્લાના કરજણ તાલુકાના ખાંધા ગામમાં ભુરાટા બનેલા કપિરાજના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. વનવિભાગ દ્વારા વહેલી તકે આતંક મચાવનાર કપિરાજને પકડી ગ્રામજનોને ભયમુક્ત કરાવવાની માગ કરવામાં આવી છે. કરજણના ખાંધા ગામમાં છેલ્લા બે ત્રણ દિવસથી ખાંધા ગામમાં એક કપિરાજે આતંક મચાવતા ગ્રામજનોમાં ભારે દહેશતનો માહોલ જોવા મળ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ કપિરાજે 50થી 30 લોકોને બચકા ભર્યા છે.

વડોદરામાં કપિરાજના આતંકથી ગ્રામજનોમાં દહેશતનો માહોલ
વડોદરામાં કપિરાજના આતંકથી ગ્રામજનોમાં દહેશતનો માહોલ
author img

By

Published : Jan 16, 2020, 5:15 PM IST

કપિરાજને પ‍ાંજરે પુરવા બાબતે વનવિભાગને જાણ કરતા વનવિભાગ દ્વારા ખાંધા ગામમાં પાંજરૂ મુકવામાં આવ્યું છે. જોકે હજુ સુધી આંતક મચાવનાર કપિરાજ પકડાયો નથી. ગ્રામજનોની માગ છે કે, આંતક મચાવનાર કપિરાજને ટૂંક સમયમાં પકડવામાં આવે .કપિરાજે કરેલા હુમલામાં બે મહિલાઓ ઇજાગ્રસ્ત થઇ હતી તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું.

વડોદરામાં કપિરાજના આતંકથી ગ્રામજનોમાં દહેશતનો માહોલ

કપિરાજને પ‍ાંજરે પુરવા બાબતે વનવિભાગને જાણ કરતા વનવિભાગ દ્વારા ખાંધા ગામમાં પાંજરૂ મુકવામાં આવ્યું છે. જોકે હજુ સુધી આંતક મચાવનાર કપિરાજ પકડાયો નથી. ગ્રામજનોની માગ છે કે, આંતક મચાવનાર કપિરાજને ટૂંક સમયમાં પકડવામાં આવે .કપિરાજે કરેલા હુમલામાં બે મહિલાઓ ઇજાગ્રસ્ત થઇ હતી તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું.

વડોદરામાં કપિરાજના આતંકથી ગ્રામજનોમાં દહેશતનો માહોલ
Intro:વડોદરા કરજણના ખાંધા ગામમાં કપિરાજે આતંકથી ગ્રામજનોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે...

Body:વિઓ :: વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ખાંધા ગામમાં ભુરાટા બનેલા કપિરાજના આતંકથી ગ્રામજનો ભયના ઓથાર હેઠળ આવી ગયા છે. વનવિભાગ દ્વારા વહેલી તકે આતંક મચાવનાર કપિરાજને પકડી ગ્રામજનોને ભયમુક્ત કરાવવાની માંગ ઉઠવા પામી છે. વાત કરીએ કરજણના ખાંધા ગામની તો છેલ્લા બે ત્રણ દિવસથી ખાંધા ગામમાં એક ભુરાટા બનેલા કપિરાજે આતંક મચાવતા ગ્રામજનોમાં ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ કપિરાજે પચ્ચીસથી ત્રીસ લોકોને બચકા ભર્યા છે.
Conclusion:

કપિરાજને પકડી પ‍ાંજરે પુરવા બાબતે વનવિભાગને જાણ કરતા વનવિભાગ દ્વારા ખાંધા ગામમાં પાંજરૂ મુકાયું છે. પણ હજુ સુધી ભુરાટો બનેલો કપિરાજ પકડાયો નથી. ગામમાં લગ્ન પ્રસંગ હોઇ વહેલી તકે કપિરાજને પકડી પાડવા ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે. કપિરાજે કરેલા હુમલામાં બે મહિલાઓ ઇજાગ્રસ્ત થવા પામી હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું. તો ભુરાટા બનેલા કપિરાજને વહેલી તકે જબ્બે કરી ગ્રામજનોને ભયમુક્ત કરાવવા ખાંધા ગામના સ્થાનિકો દ્વારા માંગ ઉઠવા પામી છે. હવે જોવાનું એ રહ્યું કે ભુરાટો બનેલો કપિરાજ ક્યારે પાંજરે પુરાય છે તે તો સમય જ બતાવશે...

બાઇટ : સ્થાનિક

બાઇટ : સ્થાનિક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.