- ગોત્રી કોવિડ હોસ્પિટલમાં યોજાઈ મોકડ્રિલ
- કોવિડ હોસ્પિટલમાં આગની બને છે અનેક ઘટનાઓ
- ગુજરાતમાં અવાર નવાર બની રહી છે આગની ઘટનાઓ
- 400 જેટલા કર્મચારીઓ જોડાયા મોકડ્રિલમાં
વડોદરા : વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના કેસમાં વિસ્ફોટ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ખાનગી હોસ્પિટલમાં પણ કોવિડ સેન્ટર ઉભું કરાવામાં આવ્યું છે. ગુજરાતમાં ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલની કોવિડ સેન્ટરોમાં આગની ઘટના બને છે. ત્યારે નિર્દોષ દર્દીઓના પણ મોત થાય છે. થોડા દિવસ અગાઉ સપ્ટેમ્બર મહિનામાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. જેમાં કોઈ ઘટના બને ત્યારે જ તંત્ર સફાળે જાગતું હોય છે. આજે ગોત્રી હોસ્પિટલ ખાતે એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોત્રી હોસ્પિટલના કર્મચારીઓ, ડોક્ટર, નર્સ સહિતનો સ્ટાફ જોડાયો હતો.
ગોત્રી મેડિકલ સ્ટાફ સાથે યોજાઈ મોકડ્રિલ
આશરે 300 થી 400 જેટલા કર્મચારીઓ મોકડ્રિલમાં જોડાયા હતા. જ્યારે આગની ઘટના હોસ્પિટલમાં બને ત્યારે તકેદારી રૂપે કયા પ્રકારના પગલાં ભરવા તેનું મોક ડ્રિલ યોજવામાં આવ્યું હતું. આગ જેવી ઘટના બને છે ત્યારે તેના કર્મચારીઓ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢે છે. તેઓને સ્ટ્રેચર પર સુવડાવી હોસ્પિટલના પટાંગણમાં લાવે છે. ત્યારે સિક્યુરિટીના જવાનો સહિતનો સ્ટાફ ક્યા ખડકી દેવામાં આવે છે. દર્દીઓને સુરક્ષિત રીતે સલામત સ્થળ પર મોકલી આપ્યો હતો અને વધારે દર્દી હોય તો તેઓને બીજી હોસ્પિટલમાં પણ ટ્રાન્સફર માટે મોકલી આપ્યા હતા. ગોત્રી હોસ્પિટલના પોઇન્ટના નોડલ ઓફિસરની આગેવાનીમાં આજે ડ્રિલ યોજાઇ હતી. જેમાં કોલ મળતાંની સાથે જ વિભાગે સતર્કતા સાથે બચાવ કામગીરી હાથ ધરી હતી અને દર્દીને સાવચેતીપૂર્વક બહાર લાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.