મોકડ્રિલમાં ફાયરના સાધનો ચાલુ છે કે કેમ અને એસએસજીમાં 6 ફાયરમેન કાર્યરત છે તે યોગ્ય છે કે કેમ તેની ચકાસણી પણ કરવામાં આવી હતી. જોકે એસએસજી હોસ્પિટલમાં રોજના અંદાજે 3500 દર્દીઓ સારવાર માટે આવે છે, એમાં 1500 જેટલા એસએસજીમાં દાખલ હોય છે.
જોકે મોકડ્રિલ સમયે ફાયર એક્શનમાં આવી ગયા હતા અને મોકડ્રિલ દરમિયાન રેસ્ક્યુ વખતે ઇજાગ્રસ્ત દર્દીને સમયે સારવાર પણ ત્યાં મળી જાય તેવી ફેસીલીટી પણ કરવામાં આવી હતી. જોકે રીયલમાં આવી કોઈ ઘટના એસએસજીમાં બને તો એસએસજીના સાધનો અને ફાયરમેન એક્શનમાં કામ કરી શકે તેવી મોકડ્રિલ યોજવામાં આવી હતી.