વડોદરા ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ ( Gujarat Assembly Election Results 2022 )જાહેર થઈ ચૂક્યું છે. જંગી બહુમતીથી ભાજપની નવી સરકાર બનવા જઈ રહી છે. વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકોમાંથી 09 બેઠકો ભાજપે કબ્જે કરી છે. વડોદરા શહેરની સયાજીગંજ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને મેયર કેયૂર રોકડિયા (Keyur Rokadiya )જંગી બહુમતીથી જીત મેળવી (MLA Keyur Rokadiya Vadodara ) છે. મેયર તરીકેનો પદભાર Keyur Rokadiya Vadodara Mayor ) અને ધારાસભ્ય તરીકેની ભૂમિકા બંને એકસાથે અદા કરી શકે કે કેમ (Terms of Constitutional Offices ) તે અંગે ETV BHARAT દ્વારા રાજકીય વિશ્લેષક પાસે આ અંગે જાણવાનો પ્રયાસ કરાયો હતો.
એક સાથે બંને પદ ભોગવી શકાય? વિધાનસભાના ધારાસભ્ય પદ પર ચૂંટાયેલા ( Gujarat Assembly Election Results 2022 )વડોદરાના મેયર કેયીર રોકડીયા અંગે પ્રતિક્રિયા આપતા રાજકીય વિશ્લેષક ડો.જયેશ શાહે જણાવ્યું હતું કે વિધાનસભાના સભ્ય હોય અને રાજ્યસભા કે લોકસભાના સભ્ય તરીકે ચૂંટાઓ તો ધારાસભ્ય પદેથી રાજીનામુ (Terms of Constitutional Offices ) આપવું પડે છે. પરંતુ જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ પણ હોદ્દા પર હોય તો વિધાનસભ્ય કે સંસદસભ્ય થાઓ તો રાજીનામુ આપવું પડતું નથી. વડોદરામાં અગાઉ પણ આજ રીતે બાલકૃષ્ણ શુક્લ મેયર પદે હતાં અને સાંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતાં તો મેયર પદ સાથે સાંસદ પદ ભોગવ્યું હતું. કેયૂર રોકડીયા (Keyur Rokadiya )મેયર છે અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા (MLA Keyur Rokadiya Vadodara ) છે તો તેઓ પણ મેયર તરીકેની ભૂમિકા અદા કરી શકે છે. આ પદ Keyur Rokadiya Vadodara Mayor ) પરથી રાજીનામું આપવું કે ટર્મ પુરી કરવી તે પાર્ટીએ નક્કી કરવાનું હોય છે. પરંતુ બંધારણીય રીતે ધારાસભ્ય પદ અને મેયર પદ બંને એક સાથે ભોગવી શકે છે.
આગામી અઢી વર્ષ માટે મહિલા મેયરની નિમણૂક આ અંગે મેયર કેયૂર રોકડીયા(Keyur Rokadiya )નો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો. હવે જોવું રહ્યું કે આ અંગે હાઈકમાન્ડ નક્કી કરશે કે મેયર પદ Keyur Rokadiya Vadodara Mayor ) પૂરું કરાવવું કે નવા મેયરની નિમણૂંક કરાવવી તે સૌથી મોટો સવાલ છે. આગામી અઢી વર્ષ મેયર પદ માટે મહિલા મેયરની નિમણૂંક કરવાની છે ત્યારે હવે કોને મોકો મળે છે તે જોવું રહ્યું.
બંધારણીય રીતે બેવડી સભ્યતા કેટલી યોગ્ય? કોઈપણ વ્યક્તિ એક જ સમયે બંને ગૃહનો સભ્ય (Terms of Constitutional Offices ) બની શકે નહીં. જો કોઈપણ વ્યક્તિ બંને ગૃહમાં ( Gujarat Assembly Election Results 2022 ) ચૂંટાઈ આવે તો તેને 10 દિવસમાં નક્કી કરવું પડે કે તે કયા ગૃહમાં રહેવા માંગે છે. ધારાસભ્ય કે સાંસદ સભ્ય કોઈ પણ એક પદેથી રાજીનામુ આપવું પડે છે અન્યથા બંને બેઠકો ખાલી ગણાય છે. પરંતુ બંધારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ પદ ભોગવી રહ્યા હોય અને સાંસદ સભ્ય કે ધારાસભ્ય બન્યા હોય તો બંને પદ (MLA Keyur Rokadiya Vadodara ) ભોગવી શકાય છે. ભૂતકાળમાં આવું અનેક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોએ બંને પદ ભોગવ્યા છે. આ નિયમ વિધાનસભા અને લોકસભા જેવા ગૃહ માટે લાગુ પડતો હોય છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કોઈ પણ પ્રકારના નિયમનું બંધારણમાં ઉલ્લેખ નથી.