ETV Bharat / state

વડોદરામાં વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, પાણી ભરાવાના કારણેે લોકોને પારાવાર મુશ્કેલી - વડોદરાના સમચાર

વડોદરામાં 2 દિવસમાં 4 ઇંચ જેટલો વરસાદ(Rain in Vadodara )પડયો છે. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. સ્થાનિકો દ્વારા અનેક વાર રજૂઆત(Rainwater flooded Vadodara) કરવા છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામા આવી નથી તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. વરસાદી પાણીના લીધે રોગચાળો વકરી રહ્યો છે. પાણી જન્ય અને મચ્છર જન્ય રોગોમાં પણ વધારો થયો છે.

વડોદરામાં વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, પાણી ભરાવાના કારણેે લોકોને પારાવાર મુશ્કેલી

author img

By

Published : Jul 25, 2022, 1:45 PM IST

વડોદરા: શહેરમાં છેલ્લા 2 દિવસમાં 4 ઇંચ જેટલો વરસાદ (Rain in Vadodara )પડયો છે. વરસાદના કરણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયની સમસ્યા સર્જાઈ છે. શહેરના જલારામનગર વિસ્તારમાં રહીશોને ઘર આગળ જ પાણીનો જમાવડો હોવાથી સ્થાનિકો રોગચાળાની (Rainwater flooded Vadodara)દહેશત વચ્ચે જીવી રહ્યા છે. સ્થાનિકોને અહીંથી વાહન લઈ પસાર થવું કે ચાલતા જાવામાં પણ ખુબ જ મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે કોઈજ વ્યવસ્થા આવેલી નથી.

વડોદરામાં વરસાદી પાણી ભરાયા

શહેરમાં કયા વિસ્તારમાં પાણી ભરાયા - આ વિસ્તાર વહીવટી વોર્ડ નંબર 3 માં આવેલ છે સ્થાનિકો દ્વારા અનેકવાર વોર્ડ કોર્પોરેટરને અનેકવાર રજૂઆત કરી છે વરસાદી પાણી (Rain Forecast in Vadodara )સાથે આ વિસ્તારના લોકોને આરોગ્ય, સ્ટ્રીટ લાઈટની સુવિધાઓથી હજુ વંચિત છે. સ્માર્ટ સિટીના નામે ઓળખાતી વડોદરા નગરીના રહીશો હજુ પણ વિકાસ માટે જજુમી રહ્યા છે. શનિવારે 3 ઇંચ જેટલા વરસાદ બાદ રવિવારે ઓણ વરસાદી માહોલ રહ્યો હતો. વરસાદના કારણે ટ્રાફિક જામના દ્રશો પણ સર્જાય હતા. ગેંડા સર્કલથી મનીષા ચોકડી, અલકાપુરી, સુભાનપુરા, એરપોર્ટ સર્કલથી ખોડિયાર નગર રસ્તા પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.જોકે શહેરમાં છેલ્લા બે દિવસ માં 4 ઇંચ વરસાદ પડયો છે ત્યારે શહેરના વાઘોડિયા રોડ , જલારામનગર , કિશનવાડી, માંજલપુર, ગોરવા, પ્રતાપગંજ, ચાર દરવાજા અને રાવપુરા વિસ્તારમાં પાણી ભરાયા હતા. સાથે સ્થાનિકોને ભરાયેલ પાણીથી ખુબજ મુશ્કેલી વેઠી રહ્યાં છે.

વડોદરામાં વરસાદી પાણી ભરાયા
વડોદરામાં વરસાદી પાણી ભરાયા

આ પણ વાંચોઃ 8 ઈંચ વરસાદે ખોલી તંત્રની પોલ, લોકોમાં જોવા મળ્યો રોષ

મચ્છરજન્ય રોગચાળામાં વધારો - શહેરમાં પાણીજન્ય અને મચ્છર જન્ય રોગચાળો(Water borne disease in Vadodara)વધી રહ્યો છે. આ સાથે જ વરસાદમાં દર વર્ષે જોવા મળતા વાઇરલ ફિવર ફરી એક વખત આ વર્ષે શહેરને ભરડામાં લીધું છે. કોરોના મહામારી દરમિયાન નાગરિકો દ્વારા લેવાતી સાવચેતી ફરી એક વખત ભુલાતાં વાઇરલ ફિવર વધ્યો છે. આઈએમએ અને અન્ય તબીબો મુજબ શહેરમાં રોજના 5000 જેટલા દર્દીઓ સારવાર માટે હોસ્પિટલોમાં જઈ રહ્યા છે. શહેરના અર્બન સેન્ટરમાં રોજના 150 થી વધુ કેસ સામે આવે છે. વાયરલ ફિવરના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સાથે કોરોનાના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળતા 5 દિવસમાં 6000થી પણ વધુ મેલેરિયાના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ભારે વરસાદની આગાહીના કારણે 32 ગામ એલર્ટ પર

વોર્ડના કોર્પોરેટ દત્તક લેવા છતાં જોવા પણ નથી આવતા - શહેરના જલારામનગરના રહીશો વરસાદી પાણીથી ત્રાહિમામ પોકારી ગયા છે. વહીવટી વોર્ડ 3માં આવતું જલારામનગરના રહીશો કહી રહ્યા છે કે વોર્ડના કોર્પોરેટ અહીં દત્તક લીધેલ હોવા છતાં જોવા પણ નથી આવતા. અહીં અન્ય સુવિધાઓ મળી છે પરંતુ વરસાદી પાણીનો નિકાલ ન થતા પારાવાર મુશ્કેલી પડી રહી છે. સાથે વિવિધ રોગચાળો ફાટી નીકળે તેની ભીતિ સેવાઇ રહી છે અહીં હાલમાં ઓણ સ્માર્ટ સિટીના રહીશો સ્ટ્રીટ લાઈટ થી વંચિત છે. જલ્દીથી તેમની સમસ્યાનો અંત આવે તેવી મંગણી કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.