સાવલીના મનજુસર GIDCના પ્રવેશદ્વાર પાસે આવેલ શિવમ પ્લાઝા નામના શોપિંગ મોલમાં આવેલી શિવ અને ગંગોત્રી મોબાઈલ શોપમાં શનિવારની રાત્રીએ ચોરો ત્રાટક્યા હતા. આ ચોરો લાખોની કિંમતના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયાં હતા. આ ઘટનાની જાણ થતાં દુકાનદારો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.અને ભાદરવા પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને આજુબાજુની દુકાનો ના CCTV ફૂટેજ દ્રારા ચોરોની શોધખોળ હાથ ધરી હતી.
દિવાળીના તહેવારોના સમયે તમામ વ્યપારીઓએ પોતાની દુકાનમાં વધુ માલસામાન ભર્યો હોય છે. તેમજ રાત્રિના સમયે ચડ્ડીબનીયાન ટોળકી દ્વારા અનેક વિસ્તારમાં મારધાડની ઘટનાઓ તેમજ ચોરીની ઘટના બની હતી. જે કારણે આ પંથકમાં ભય વ્યાપી ગયો હતો.