ETV Bharat / state

Vadodara News : વડોદરાનું એક એવું મંદિર જ્યાં નથી છત, છતાં પણ શ્રદ્ધાળુઓ પર રાખે છે મહેર - Mahisagar NEWS

વડોદરાથી 20 કિલોમીટરના અંતરે વડોદરા કરજણ વચ્ચે પોર ખાતે બળીયાદેવનું ઐતિહાસિક મંદિર આવેલું છે. 10,000 ની વસ્તી ધરાવતાં પોર ગામમાં બળીયાદેવનું એક સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. પરંતુ મહત્વની વાત કરીએ તો ઘણા દેવતાઓ એવા છે કે જેઓના મંદિર જૂજ સંખ્યામાં જ જોવા મળતા હોય છે. છતાં તેના સતના અને પરચાનો લાભ લેવા માટે દૂર દૂરથી દર્શનાર્થીઓ ઉમટી પડતા હોય છે. આવું જ એક મંદિર એટલે બળીયાદેવ ભગવાનનું મંદિર, જે ઢાઢર નદીના તટ ઉપર સ્થિર છે.

વડોદરા જિલ્લામાં પોરમાં એક એવું અનોખો ઈતિહાસ ધરાવતું મંદિર

author img

By

Published : Apr 15, 2023, 4:30 PM IST

Updated : Apr 15, 2023, 5:51 PM IST

વડોદરાનું એક એવું મંદિર જ્યાં નથી છત, છતાં પણ શ્રદ્ધાળુઓ પર રાખે છે મહેર

વડોદરાઃ સદીઓ પુરાણા આ મંદિરોનો મહાભારત સાથે સંબંધ હોવાનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં કરાયો છે. બાળકોનાં રક્ષણ માટે ચૈત્ર માસમાં મંદિરે ટાઢું ખાઈ માનતાં પૂરી કરવાનો રિવાજ છે. હોળાષ્ટક પછી ચૈત્ર મહિનામાં મહિલાઓ દ્વારા પોતાના બાળકોના તંદુરસ્ત સ્વાસ્થ્યના રક્ષણ માટે ટાઢું ખાવાની પરંપરા આજે પણ યથાવત જોવા મળે છે. મહિલાઓ બળીયાદેવના મંદિરે ટાઢું ખાઈને પોતાની માનતા પૂરી કરે છે. બળિયાદેવના દર્શનનું અપાર માહાત્મ્ય પુરાણોમાં વર્ણવાયું હોઇ પોર ખાતેના આ મંદિરમાં ખાસ કરીને રવિવારે હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટે છે.

આ પણ વાંચોઃ Vadodara Liquor News : 81 લાખથી વધુના દારૂના મુદ્દામાલ સાથે બિશ્નોઈ ગેંગનું નેટવર્ક ઝડપાયું

પૌરાણિક મંદિરનો વિકાસઃ આ પોર ગામને યાત્રાધામ તરીકે ડેવલપ કરવા માટે જિલ્લા વહીવટી તંત્રએ 10 કરોડનું ફંડ આપ્યું છે આ બળીયાદેવનું મંદિર આશરે 500 વર્ષ ઉપરાંતનું છે. જેને 1992 માં તેનું નવીન બાંધકામ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 27 વર્ષ બાદ આ મંદિરની જર્જરીત હાલત થતા તેનું રિવરવેશનના કામ માટે 2016 માં મંદિરના પૂજારી દિલીપભાઈ ઉપાધ્યાયે સ્થાનિક ધારાસભ્યોને રજૂઆત કરી હતી. જે રજૂઆતના પગલે જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા અવંતિકા સિંઘને આ રજૂઆતો વ્યાજબી લાગતા તેઓ તાત્કાલિક આ મંદિરનો રીનોવેશનનો પ્લાન શરૂ કરી મંદિર ડેવલપમેન્ટ કરાયું હતું જેને કારણે સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

શ્રધ્ધાળુઓ ઉમટે છેઃ પવિત્ર યાત્રાધામની ઓળખ ધરાવતાં બળિયાદેવના દર્શનાર્થે દૂર દૂરથી આવતા હોય છે. પોર ખાતે આવેલું પ્રસિદ્ધ બળીયાદેવનું મંદિર જે પૌરાણિક અને ઐતિહાસિક છે. જેથી દૂર દૂરથી આવતાં શ્રધ્ધાળુઓ પોતાની માનતાં પૂરી થતાં દર્શનાર્થે આવતાં હોય છે. ઘણા ખરા મંદિરો શિખર વાળા હોય છે. પરંતુ માત્ર બળીયાદેવ દાદાના જ મંદિરમાં શિખર હોતું નથી .પરંતુ પોર ખાતે આવેલ આ બળીયાદેવ દાદાના મંદિરે વાંદરાઓ પ્રવેશી ન જાય તે માટે પિતળની જાળી મુકાય છે.

આવી પણ હકીકતઃ સત્ય હકીકત એ છે કે, આ મંદિરમાં જેટલી વાર શિખર તૈયાર કરવામાં આવ્યું તેનો કોઈ ભાગ તૂટી જતો હતો. શિખર લાંબા સમય સુધી ટકતું ન હતું. ત્રણ વખત આ મંદિરનું શિખર બાંધ્યું, પરંતુ તે ત્રણેય વખત તૂટી ગયો. ચોથી વખત કોશિશ કરી તો પૂજારીને સ્વપ્નમાં બળીયા દેવે કીધું કે, મને ખુલ્લા રહેવું ગમે છે. જ્યારે પણ શિખર બાંધશો, ત્યારે હું તે તોડી નાખીશ. બળીયાદેવની પૂજા 20 પૂજારીઓના હસ્તે વારાફરતી કરાય છે. પ્રાચીન કાળમાં હેડંબાવન તરીકે ઓળખાતા આ વિસ્તારના ભીમની પત્ની હેડંબા અહીં રહેતી હતી. ભીમના પુત્ર ઘટોત્કચે કટંકટા નામની દાનવ કન્યા સાથે લગ્ન કર્યા હતાં.

વડોદરા જિલ્લામાં પોરમાં એક એવું અનોખો ઈતિહાસ ધરાવતું મંદિર
વડોદરા જિલ્લામાં પોરમાં એક એવું અનોખો ઈતિહાસ ધરાવતું મંદિર

આ પણ વાંચોઃ Vadodara News: વડોદરા ખાતે સંકલન બેઠક, ગુજરાતના વિકાસ અને લોકોના પ્રશ્નો અંગે કરાઈ ચર્ચા

પૌરાણિક કથાઃ ભીમના વંશજ તેજસ્વી પુત્ર બળીયા દેવ કહેવાયા. જે જન્યો ત્યારે વાંકુડિયા વાળ હોવાથી તેનું નામ બર્બરીક રાખ્યું હતું. કે અગાઉ સૂર્ય વર્ષા નામનો યક્ષ હતો પરંતુ બ્રહ્માએ પૃથ્વી ઉપર જન્મ લેવાનો હતો તેને શ્રાપ આપ્યો ત્યારે દિન દુખિયાની સેવા કરું તેવું વરદાન માગ્યું હતું. બાર્બરીક તરીકે જન્મ્યા બાદ કિશોર વયમાં તે અસ્ત્ર શસ્ત્રમાં કાબેલ બની ગયો. સેવાઓ જોઈ ઋષિઓએ સુહમદ નામ પાડ્યું. શ્રી કૃષ્ણએ બાર્બરીક પાંડવોના વંશજ હોવાથી નવદુર્ગાની આરાધના કરવા કહ્યું. બાર્બરિકે કઠોળ તપ આદરી નવદુર્ગાને પ્રસન્ન કર્યા વરદાનમાં મસ્તક અમર રહે અને શીતળાની શક્તિ આપી.

Last Updated : Apr 15, 2023, 5:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.