ETV Bharat / state

લઠ્ઠાકાંડને લઈને MSUમાં બે જૂથ વચ્ચે છુટ્ટા હાથે મારામારી, જૂઓ વીડિયો - MSU Vidyarthi

શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં (Maharaja Sayajirao University)NSUI દ્વારા લઠ્ઠાકાંડનો વિરોધ કરવામાં આવ્યો( Botad Lattakand)હતો. આ વિરોધમાં વિદ્યાર્થી નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. NSUI ના કેટલાક વિદ્યાર્થી નેતાઓ કોમર્સ ફેકલ્ટીની કેન્ટીન પાછળ એકત્ર થયા હતા. અહિંયા કોઇ કારણોસર મામલો બિચકતા બે જુથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી( Group clash at MSU )થઇ ગઇ હતી.

વડોદરા MSUમાં બે જૂથ વચ્ચે છુટ્ટા હાથે મારામારી

author img

By

Published : Jul 28, 2022, 4:08 PM IST

વડોદરાઃ શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (Maharaja Sayajirao University) તેના શૈક્ષણિક કાર્યને લઇને વિશ્વવિખ્યાત છે. પરંતુ આજે અલગ જ કારણોસર ચર્ચામાં આવી છે. NSUI દ્વારા લઠ્ઠાકાંડનો વિરોધ ( Botad Lattakand)કરવા માટે પોટલીઓ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં અનેક વિદ્યાર્થી નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ NSUI ના કેટલાક વિદ્યાર્થી નેતાઓ કોમર્સ ફેકલ્ટીની કેન્ટીન પાછળ એકત્ર થયા હતા. અહિંયા કોઇ કારણોસર મામલો બિચકતા બે જુથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ ગઇ હતી.

આ પણ વાંચોઃ લઠ્ઠાકાંડ બાદ પણ પોલીસ 'જૈસે થે'ની સ્થિતિમાં, ક્યાંક તપાસ તો ક્યાંય હપ્તાખોરી

બે જુથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી - આ મારામારીમાં છોકરીઓ પણ હાજર હોવાનું વિડીયોમાં સ્પષ્ટ જોઇ(Blows in Vadodara MSU )શકાય છે. બીજી તરફ મારામારી થયાની જાણ થતા જ યુનિ. વિજીલન્સની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. બન્ને જૂથના વિદ્યાર્થીઓને એકબીજાથી દુર કર્યા હતા. આ ઘટનાનો સ્થળ પર જ હાજર કોઇ વિદ્યાર્થીઓ વિડીયો ઉતાર્યો હતો. વિડીયોમાં NSUIના વિદ્યાર્થી નેતા વ્રજ પટેલ જોવા મળે છે. મારામારી બાદ બન્ને જૂથોને વિજીલન્સે અલગ કરતા મામલો બિચકતા અટક્યો હતો.

બે જૂથ વચ્ચે છુટ્ટા હાથે મારામારી

આ પણ વાંચોઃ VIDEO : પોલીસકર્મીઓ બુટલેગરને ત્યાં ઉઘરાણી કરવા પહોંચ્યા

રાજકીય ગતિવીધીઓ તેજ બની - યુનિવર્સિટીમાં નવું સત્ર શરૂ થવાને કારણે નાની મોટી રાજકીય ગતિવીધીઓ તેજ બની છે. યુનિ.માં શાંતિ જળવાય તે માટેના પ્રયાસો તમામ વિદ્યાર્થી નેતાઓ દ્વારા કરવામાં આવવા જોઇએ. જો કે, આજરોજ કયા કારણોસર બે જુથ વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઇ તે હજી સામે આવ્યું નથી. યુનિ.માં મારામારી જેવી ઘટનાઓ અટકાવવા યુનિ. તંત્રએ વધુ કડકાઇ દાખવવાની જરૂર છે તેવું આ કિસ્સા પરથી જોઇ શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.