ડભોઈઃ રાણા સમાજની વાડી ખાતે હરિધામ સોખડાના પ.પૂ. હરિપ્રસાદ સ્વામીની આજ્ઞાની કોરોના કાળમાં લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ઓનલાઈન સામુહિક મહાપૂજા કરાઈ હતી.
આ પ્રસંગે ડભોઈના હરિભક્તો મોટી સંખ્યામાં મહાપૂજામાં જોડાયા હતા. કોરોના જેવી વૈશ્વિક મહામારી બીમારી સામે જ્યારે સમગ્ર દેશ ઝઝૂમી રહ્યો છે ત્યારે પ્રજાના રક્ષા માટે ગુરુહરી પરમ પૂ. હરિપ્રસાદ સ્વામીની પ્રેરણાથી છેલ્લા 6 માસથી સ્વામિનારાયણ મહામંત્રનો જાપ હરિધામ સોખડા ખાતે સંતમંડળ અને સાધકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
અધિક માસ પાવનકારી હોવાથી ડભોઈ રાણા સમાજની વાડી ખાતે સ્વામીજીના આશિષ સાથે ઓનલાઈન સામૂહિક મહાપૂજા કરાઈ હતી. જેમાં ડભોઈ પંથકના હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પ્રભુને પ્રાર્થના કરી હતી કે, કોરોના જેવી વૈશ્વિક મહામારીથી દેશના પ્રજાજનો અને હરિભક્તો સહિત પરિવાર સુરક્ષિત રહે અને તમામનું સ્વાસ્થ્ય સારું રહે.