ETV Bharat / state

વડોદરામાં મધુકુંજ સોસાયટીમાં બ્લાસ્ટ, 2 લોકોની હાલત ગંભીર

વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલી મધુકુંજ સોસાયટી ખાતેના મકાનમાં અચાનક ભેદી બ્લાસ્ટ થતા બે વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા ભેદી બ્લાસ્ટ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

author img

By

Published : Oct 8, 2020, 2:08 PM IST

વડોદરામાં મધુકુંજ સોસાયટીમાં બ્લાસ્ટ થતા 2 વ્યક્તિની હાલત ગંભીર

વડોદરાઃ શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલી મધુ કુંજ સોસાયટી ખાતેના મકાનમાં અચાનક ભેદી બ્લાસ્ટ થતા બે વ્યક્તિ ગંભીર રીતે દાઝી જવાના કારણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા ભેદી બ્લાસ્ટ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારની મધુ કુંજ સોસાયટીમા આવેલા રમેશ મહેશ્વરી વિકલાંગ પોતે એકલા રહે છે. બુધવારે રાત્રે તેઓના ઘરે ભાવિન મહેશ્વરી પણ હાજર હતા. આ સમયે અચાનક મકાનના બાથરૂમમાં ભેદી ધડાકો થતાં ઉત્તેજના છવાઇ ગઇ હતી અને વિસ્તારમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.

ભેદી બ્લાસ્ટનો તીવ્ર અવાજ સાંભળી લોકો ડરી ગયા હતા. આ બ્લાસ્ટમાં રમેશ મહેશ્વરી અને ભાવિન મહેશ્વરી ગંભીર રીતે ઘવાતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો આ ભેદી બ્લાસ્ટ મામલે ડ્રેનેજમાંથી ગેસ ઉત્પન્ન થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ધડાકાનો અવાજ એટલો તીવ્ર હતો કે એક તબક્કે સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.