ETV Bharat / state

વડોદરામાં LRD જવાનનું અકસ્માતમાં થયું મોત

વડોદરાઃ શહેરના ફતેગંજ વિસ્તારમાં 30 જૂને રાત્રે ટુ-વ્હીલર લઈને જતાં LRD જવાન અકસ્માત થયો હતો. જેમાં તેનું સારવાર દરમિયાન થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા
વડોદરા
author img

By

Published : Jul 2, 2020, 2:23 PM IST

Updated : Jul 2, 2020, 7:49 PM IST

વડોદરાઃ શહેરના ફતેગંજ વિસ્તારમાં 30 જૂને રાત્રે ઘરની બહાર નીકળેલા ટુ-વ્હીલર ચાલકને પોલીસે રોક્યો હતો અને તેની સામે કર્ફ્યુના ભંગની કાર્યવાહી કરવા LRD જવાનને આરોપીના ટુ-વ્હીલરમાં પોલીસ સ્ટેશન મોકલ્યા હતા. તે દરમિયાન આરોપીએ સ્પીડ બ્રેકર આવતા ટુ-વ્હીલર ધીમી પાડી નહોતી અને બંને ઉછળીને નીચે પટકાયા હતા. જેમાં 24 વર્ષીય LRD જવાન પ્રતિક રમેશભાઇ સોલંકીનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

વડોદરામાં LRD જવાનનું અકસ્માતમાં થયું મોત

મળતી માહિતી પ્રમાણે, 30 જૂનના રોજ રાત્રે 9થી 10 દરમિયાન કર્ફ્યુનો અમલ શરૂ થયો હતો, ત્યારે વડોદરા શહેરના ફતેગંજ સર્કલ પાસે ફતેગંજ PI વી.આર.ખેર અને સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે સમયે કુશવંતસિંગ રવિન્દ્રસિંગ ધોત્રા પોતાનું ટુ-વ્હીલર લઇને ફતેગંજ સર્કલથી નિઝામપુરા તરફ જઇ રહ્યો હતો. આ દરમિયાન કુશવંતસિગને પોલીસે રોક્યો હતો અને કર્ફ્યુ ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવાની હોવાથી તેને LRD જવાન પ્રતિક રમેશભાઇ સોલંકી સાથે પોલીસ સ્ટેશન મોકલ્યો હતો. જેમાં LRD જવાન પ્રતિક સોલંકી આરોપીના ટુ-વ્હીલરમાં પાછળ બેસીને પોલીસ સ્ટેશન જઇ રહ્યાં હતાં.

ટુ-વ્હીલર ચાલક કુશવતંસિંગ નિઝામપુરા વિસ્તારના ઘેલાણી પેટ્રોલ પંપ પાસે ફૂલ સ્પીડમાં જઈ રહ્યો હતો, ત્યારે કુશવંતસિહે સ્પીડ બ્રેકર આવતા ટુ-વ્હીલર ધીમી પાડી નહોતી. જેથી બંને ઉછળીને નીચે પટકાયા હતા. આ દરમિયાન આરોપી ટુ-વ્હીલર લઇને ફરાર થઇ ગયો હતો. સ્થાનિક લોકોએ LRD જવાનને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે ફતેગંજ પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Last Updated : Jul 2, 2020, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.