ETV Bharat / state

Love Jihad in Vadodara: વધુ એક લવ જેહાદનો કિસ્સો, વિધર્મી યુવકે ધમકી આપી એક સંતાનની માતા સાથે દુષ્કર્મ આચર્યું - એક સંતાનની માતા સાથે દુષ્કર્મ આચર્યું

ગુજરાતનાં વડોદરામાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં વિધર્મી યુવક મહંમદ હુસૈને એક સંતાનની માતા સાથે દુષ્કર્મ આચર્યું છે. નવાપુરા પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર મહંમદ હુસૈને મહિલાને દરગાહનું પાણી પણ પીવડાવીને ધર્મપરિવર્તન પણ કરાવ્યું હતું.

love-jihad-in-vadodara-another-case-of-love-jihad-heretical-youth-threatens-and-rapes-mother-of-one-child

author img

By

Published : Jun 1, 2023, 3:07 PM IST

વડોદરા: શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતી અને એક સંતાનની માતાને વિધર્મી યુવક દ્વારા ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પીડિત મહિલાને વિધર્મી દ્વારા દરગાહ પર લઈ જઈ તાવીજ ઉતારી ચાંદીના ઝાંઝર અને છડા ઉતારી લીધા હતા. પાણી પીવડાવી મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવાના માટે દબાણ કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવતા પરિણીતાએ આખરે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ નવાપુરા પોલીસ દ્વારા વિધર્મી યુવકને દબોચી લીધો છે.

ધમકી આપી દુષ્કર્મ આચર્યું: શહેરના નવાપુરા અનસારી મહોલ્લામાં રહેતો મહંમદ હુસેન શેખ નામના યુવક 22 વર્ષીય પરિણીતાને એક વર્ષ પહેલાં ઘરેથી શાકભાજી લઈને નીકળી હતી તે દરમિયાન પીછો કરી છેડતી કરતો હતો. બંને એક બીજાના પરિચયમાં આવ્યા બાદ પરણીત મહિલાનો પતિ કોઈ કારણોસર બહાર ગયો હતો. દરમિયાન એકલતાનો લાભ લઇ મહમદ હુસેન શેખ પરિણીતાના ઘરે પહોંચી ગયો હતો. સાથે જ પરિણીતા એક પુત્રની માતા પણ છે, જેથી પુત્રને મારી નાખવાની તેમજ એસિડ એટેક કરી ચહેરો ખરાબ કરવાની ધમકી આપી મજબૂર કરી હતી. પુત્રને મારી નાખવાની ધમકીથી ગભરાયેલા પરણીતા સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ધમકીથી ગભરાયેલ પરિણીતાએ આ અંગે કોઈને જાણ કરી નહોતી.

પોલીસે આરોપીની ધરપકડ કરી: એક દિવસ વિદર્મી પરણિતાને દરગાહ પર લઈ ગયો હતો. પરણીતાના ગળામાંથી તાવીજ, ચાંદીની ઝાંઝરી તથા છડા ઉતારી પાણી પણ પીવડાવ્યું હતું. તેમજ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ બનાવ અંગે પરણીતાએ નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. નવાપુરા પોલીસે વીધર્મી યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધ આરોપી મહમદ હુસેન શેખને ઝડપી પાડ્યો છે. સાથે જ પીડિત મહિલાને મેડિકલ ચેકઅપ માટે એસએસસી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી છે.

નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ: આ અંગે નવાપુરા પી આઈ એચ એલ અહિરે જણાવ્યું હતું કે, મહિલાની ફરિયાદના આધારે યુવકને દબોચી લેવામાં આવ્યો છે. હાલમાં આ યુવકને કોરોના અને મેડિકલ અંગેની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારબાદ આ યુવકની અટકાયત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

  1. Love Jihad: મોડેલે ઝારખંડના બિઝનેસમેન પર લવ જેહાદનો આરોપ લગાવ્યો, પીએમ મોદી અને સીએમ હેમંત સોરેનની મદદ માંગી
  2. Bihar Crime News : સીતામઢીમાં દિલ્હી જેવી ઘટના! લગ્નની ના પાડતાં યુવતી પર 12 વખત ચપ્પુ વડે હુમલો કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.