તા.16 સપ્ટેમ્બરથી નવા ટ્રાફિક નિયમો લાગુ પડતા હોવાથી રાજ્ય સરકારે જનતાને થોડો રાહતનો સમય આપ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ટ્રાફિક નિયમન સુધારા કાયદામાં રાજ્ય સરકારે દંડમાં વાહન ચાલકોને મહદઅંશે રાહત આપી છે.
ગુજરાત સહિત તમામ શહેરોમાં તા 16મી સપ્ટેમ્બરથી નવા નિયમ લાગુ કરી દેવામાં આવશે, ત્યારે ટ્રાફિકના નિયમનમાં PUC સર્ટિફિકેટ ન હોય તો, વાહન ચાલકોને પ્રથમ વખત 100 રૂપિયા અને બીજી વખત 500 રૂપિયા જેટલો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જેના કારણે PUC સર્ટિફિકેટ કઢાવવા માટે વાહનચાલકોની ભીડ ઉમટી રહી છે.