વડોદરાઃ શહેરના મકરપુરા વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી માટે ફોર્ચ્યુનર કારમાં દારૂ લાવવામાં (Vadodara liquro Case) આવી રહ્યો હોવાની બાતમી PCBને મળી હતી. આ બાતમી ના આધારે પીસીબી પોલીસ દ્વારા તરસાલી ઓવરબ્રિજ પાસે વૉચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બાતમીવાળી ફોર્ચ્યુનર કાર પસાર થતાં તેને રોકવાનો ઇસારો કરતા કાર ચાલક કારને સર્વિસ રોડ તરફ હંકારી લઇ (vadodara uttarayan 2023) જઇ ભાગ્યો હતો અને ભાલીયાપુરા (Vadodara Bhaliapur area) ગામના પાછળના ભાગે આવેલા કોતરોમાં ઉભી રાખી ભાગ્યો હતો.
આ પણ વાંચોઃ JNU ફરી વિવાદમાં, પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રાશિદ સામે નોંધાશે રાજદ્રોહનો કેસ
કોની કારઃ આ બનાવને લઈ પીસીબી દ્વારા પીછો કરતા કારમાં બેઠેલો 19 વર્ષનો વિશાલ શંકરરાવ ઠાકોર (રહે. ટેકરાવાળું ફળીયું, ભાલીયાપુરા ગામ. વડોદરા) ઝડપાઇ ગયો હતો. વિશાલ ઠાકોરે પૂછપરછમાં (Vadodara liquor seized) જણાવ્યું હતું કે આ દારૂ વિજય પ્રભાતભાઇ ઠાકરડા (રહે. દ્વારકેશ ફ્લેટ, તરસાલી બ્રીજ પાસે, વડોદરા)એ મંગાવ્યો હતો અને આ કાર પણ વિજય ઠાકરડાની છે. તેમજ કારનો ચાલક રોહિત ઠાકોર (Liquor Stock Vadodara Before Uttrayan) પણ તેમનો ડ્રાયવર છે.
મુદામાલ જપ્ત: પીસીબી પોલીસે આ મામલે કારમાં રહેલા દારૂ અને બિયરનો 1 લાખ 6 હજારનો જથ્થો તેમજ ફાર્ચ્યુનર (Vadodara police) કાર મળી કુલ 11 લાખ 6 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ આરોપીઓ (Vadodara SHE Team) ની સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથધરી છે. શહેરના મકરપુરામાં અભયમની ટીમને એક મહિલાએ મદદ માટે બોલાવી હતી. જેમાં મહિલાનો પતિ દારૂ પી ત્રાસ આપતો હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ વ્યાજખોરો અને બૂટલેગર સામે એક્શનમાં મોરબી પોલીસ, ધરપકડો શરુ
અભયમની મદદઃ જેથી અભયમની ટીમે પોલીસને બોલાવી મહિલાના પતિ વિશાલભાઇ સુનીદત્ત સરદાર (રહે. વિશાલનગર, દંતેશ્વર, વડોદરા)ને દારૂના નાશાની હાલતમાં પોલીસને હવાલે કર્યો હતો. ગોત્રીમાં દારૂ પીધેલ બે શખ્સ પકડાયા હતા. શહેરા ગોત્રી વાસણા ભાયલી રોડ પર નિલામ્બર સર્કલ પાસે ટુ વ્હિલર પર આવી રહેલા બે શખ્સો તેમનું વાહન વાંકુચુંકુ ચલાવી રહ્યા હતા. જેથી પોલીસે તેમને રોકી બ્રિથ એનેલાઇઝરથી ચેક કરતા બંને શખ્સ લાલુભાઇ ગોપાલભાઇ ચુનારા અને ઉમંગ જગદીશભાઇ ચુનારા (રહે. સકરપુર ગામ, તા. ખંભાત) દારૂ પીધેલી હાલતમાં પકડાયા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.