વડોદરા મોરબીની ઝૂલતા પુલ તૂટવાની ઘટના બાદ વડોદરા કોર્પોરેશન તંત્ર સફાળું જાગ્યું છે. જેમાં રેલવે સ્ટેશન (Station platforms) પાસે આવેલ સ્કાય વોક નાગરિકોની અને મુસાફરોની અવર જવર માટે બંધ કરવાનો નિર્ણય પાલિકાના સત્તાધીશો દ્વારા લેવામાં આવ્યો છે.
પતરા કોહવાઈ ગયા વડોદરા રેલ્વે સ્ટેશન સ્કાય વોકના પતરા કોહવાઈ ગયા છે. અને ત્યાંથી પસાર થતા લોકો 30 થી 40 ફૂટ નીચે પાડવાનો ખતરો છે, જે પછી આ સ્કાય વોક બંધ કરવાનો નિર્ણય પાલિકા દ્વારા લેવાઆ આવ્યો છે. આ સ્કાય વોકથી લોકો સીધા જ રેલવે સ્ટેશન પર જઈ શકતા હતા. તેવી જ રીતે સ્ટેશનના પ્લેટફોર્મથી આ સ્કાય વોકનો ઉપયોગ કરી બહાર પણ આવતા હતા. પાલિકા દ્વારા 12 થી 15 વર્ષ પહેલાં જ કરોડો રૂપિયાના ખર્ચે આ સ્કાય વોક બનાવ્યો હતો. સંપૂર્ણ પણે લોખંડનો ઉપયોગ કરી આ સ્કાય વોક બનાવ્યો હતો. જેમાં પતરાં કોવાઈ જતા કાણાં પડ્યા હતા. જે બાદ આ બ્રિજ સંપૂર્ણ પણે હાલ પૂરતો બંધ કરવાની જાહેરાત વડોદરાના મેયર દ્વારા કરવામાં આવી હતી.
સ્કાય વોકનું નિર્માણ વડોદરાના મેયરે જણાવ્યું હતું કે, સાયજીગંજ વિસ્તારમાં રેલ્વે સ્ટેશનથી લઈને માર્કેટ સુધી આ સ્કાય વોકનું નિર્માણ ભૂતકાળમાં કરવામાં આવ્યું હતું. એમાં ઉપરના ભાગની અંદર જ્યાં પતરાની પ્લેટો મારી હતી. એમાં કેટલીક પ્લેટો જર્જરિત થઇ છે. સિંક્રોરીટી સેફટી અને રિપેરિંગ પરપસથી હાલ પૂરતો સ્કાય વોક બંધ કર્યો છે. રિપેરિંગ બાદ સ્કાય વોક ખુલો મુકીશું. પરંતુ રેલ્વે બાજુ એની એન્ટ્રી બંધ થઇ ગઈ છે. એવું પણ અમારા દયાનમાં આવ્યું છે. તો ભવિષ્યમાં એની જરૂરત આ જગ્યા પર ના હોય તો બીજી જગ્યામાં પણ ઉપયોગ કરી શકાય તો આપણ વિચાર અધીન છે, તો ટેમ્પવારી આ સ્કાય વોક રિપેરિંગ અને સેફટીને ધ્યાનમાં રાખીને બંધ કર્યું છે.