વડોદરા: વિધાનસભા 2022 ની સામાન્ય ચૂંટણીઓને ધ્યાન રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ દારૂની (Foreign liquor seized at two places in Vadodara) ગેરકાયદેસર થતી હેરાફેરીની પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે મળેલી સૂચનાઓને આધારે વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમે વાહનો ચેક કરવાની અને નાકાબંધી કરી વોચ રાખવાની કાર્યવાહી હાથ ધરી હતી.
30,94,800નો મુદ્દામાલ કબજે કર્યો: વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. જેમાં રુપિયા 23,89,800 નો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થા મોબાઈલ ફોન નંગ - ૧ જેની કિંમત રૂપિયા 5000 અને કન્ટેનર ગાડી જેનો નંબર MH-LE-3154 જેની કિંમત રૂપિયા 7,00,000 આમ કુલ મળી રૂપિયા. 30,94,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કરજણ પોલીસ સ્ટેશન હદમાંથી ૩૬ લાખ ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત
વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક મરૂન કલરનો આઇસર ટેમ્પો નં GJ-19-X-8919 જે સુરત તરફથી આવી કરજણ થઈ વડોદરા તરફ જનાર છે. જે ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમના જવાનોએ ભરથાણા ગામ નજીક આ ટેમ્પો આવી પહોંચતાં તેને કોર્ડન કરી તેની તલાશ લેતા તેમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો હતો.
આઇસર ગાડી જેની કિંમત 10,00,000: આ આઇસર ટેમ્પાની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ- 625 અને બોટલ નંગ 9264 જેની કિંમત 36,91,200, મોબાઈલ નંગ બે જેની કિંમત ૮,૦૦૦, અને આઇસર ગાડી જેની કિંમત 10,00,000 આમ બધા મળી કુલ રૂપિયા 46,99,200નો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો. તેમજ આ ટેમ્પાના ડ્રાઇવર પાસેથી સ્વીટ ચોકલેટની ભર્યા અંગેની ખોટી બિલ - બીલટીઓ મળી આવી હતી.
બે ઈસમોને ઝડપી પાડયા: આમ, વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમે વડોદરા જિલ્લામાં બે જગ્યાએથી ભારતીયો બનાવટનાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી લાખોની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. જેથી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો ગેરકાયદેસર વેપલો કરતાં તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.