ETV Bharat / state

LCBએ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો - ગુજરાત વિધાનસભાની ચૂંટણી

વડોદરામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે વડોદરા જિલ્લા એલસીબી પોલીસનાં જવાનોએ કુરાલી ગામ નજીક વોચ ગોઠવી દીધી હતી. તે દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવી પહોંચતા, તેને કોર્ડન કરી તપાસ હાથ ધરતા ટેમ્પામાં ભરેલાં વેલ્ડીંગ રોડની પાછળના ભાગે ભારતીય બનાવટના વિદેશી દારૂનો (foreign liquor) જથ્થો ભરેલો હતો.

એલસીબી દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

author img

By

Published : Nov 7, 2022, 7:11 PM IST

વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ (foreign liquor) ઝડપ્યો છે. કરજણ તાલુકાના કુરાલી ગામેથી જથ્થો ઝડપાયો. વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, કરજણ તાલુકાના કુરાલી ગામેથી એક આઇસર ટેમ્પો પસાર થનાર છે. જેમાં વેલ્ડીંગ રોડના બોક્સ ભરેલા છે. તેની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવેલો છે. જે બાતમીના આધારે વડોદરા જિલ્લા એલસીબી પોલીસનાં જવાનોએ કુરાલી ગામ નજીક વોચ ગોઠવી દીધી હતી. તે દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવી પહોંચતા, તેને કોર્ડન કરી તપાસ હાથ ધરતા ટેમ્પામાં ભરેલાં વેલ્ડીંગ રોડની પાછળના ભાગે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો.

એલસીબી દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

વિદેશી દારૂની બોટલો ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત રૂપિયા 24,40,776 નો મુદ્દા માલ જપ્ત વડોદરા જિલ્લા એલસીબી દ્વારા ચોક્કસ બાકીના આધારે કરજણ તાલુકાના પુરાલી ગામેથી એક આઇસર ટેમ્પો નંબરનો આવી પહોંચતા તેણે કોર્ડન કરી તેની તપાસ કરતાં તેમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ -4716 જેની કિંમત રૂપિયા 8,55,600 તથા ઝડપાયેલો આઇસર ટેમ્પો જેની કિંમત રૂપિયા 10,00,000, એક નંગ મોબાઈલ જેની કિંમત રૂપિયા 10,000 અને વેલ્ડીંગ રોડના બોક્સ 252 નંગ જેની કિંમત રૂપિયા 5,75,176 આમ બધાં મળી કુલ રૂપિયા 24,40,776 નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

આઇસર ટેમ્પો પાંચ આરોપી સામે ગુનો દાખલ કરાયો કરજણ તાલુકાના કુરાલી ગામ નજીકથી એક આઇસર ટેમ્પો ચાલક પાથૅ સોનું ઉર્ફે ડી.જે. રાજુ પ્રજાપતિ રહે રતિલાલ પાકૅ સોસાયટી નાયરા પેટ્રોલ, નજીક કલાદર્શન ચાર રસ્તા વાધોડીયા રોડ વડોદરા મની ઘડપકડ કરવામાં આવી હતી. તેની સાથે સવાર જયેન્દ્ર ઉર્ફે ગલો મોહન તડવી રહેવાસી રામદેવ નગર - 2 , સરદાર એસ્ટેટ આજવા રોડ વડોદરા. તેમજ આઇસર ટેમ્પાનો ડ્રાઇવર અને સુરત ખાતે વિદેશી દારૂ મંગાવનાર કલ્પેશ નામનો માણસ તેમજ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર ઈસમ આમ કુલ મળીને પાંચ ઈસમો સામે પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનની કલમોની જોગવાઈ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તંત્ર એક્શનમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું. હાલમાં જયારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. આચારસંહિતા અમલી છે ત્યારે પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. તેમજ કડક કાર્યવાહી હાથ ધરી છે, જેનાથી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતાં તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.