વડોદરા : વડોદરામાં બાળમેળામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ચૂક નજરે ચડી હતી. મુખ્યપ્રધાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ડ્રોન ઉડાડતા સુરક્ષા કર્મીઓ દ્વારા એકની અટકાયત કરવામાં આવી હતી.
વગર મંજૂરીએ ડ્રોન ઉડાડાયું : શહેરના કમાટીબાગ ખાતે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજીત 50માં બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ધાટન રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. બાળમેળામાં મુખ્યપ્રધાનની હાજરીમાં વગર મંજૂરીએ ડ્રોન ઉડાડતા સીએમ સિક્યુરીટીના જવાનોએ એક ડ્રોન સહિત એક વ્યક્તિની અટકાયત કરી છે. જે બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે.
આ પણ વાંચો PM મોદીની સભા દરમિયાન ડ્રોન ઉડતા 3ની ધરપકડ, પોલીસે કહ્યું સુરક્ષામાં કોઈ ચૂક નથી રહી
મુખ્યપ્રધાન સિક્યુરિટીમાં ચૂક : ગુજરાતના મુખ્યપ્રધાન આજે વડોદરાના મહેમાન બન્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજીત બાળમેળો અને પછી વીસીસીઆઇ એક્સ્પો અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચાના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. સામાન્ય રીતે મુખ્યપ્રધાન જે સ્થળે આવવાના હોય તેને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરી દેવામાં આવે છે. જેને કારણે જે તે વિસ્તારોમાં ડ્રોન ઉડાડી શકાતા નથી. તેવામાં આજે મુખ્યપ્રધાનની હાજરીમાં આયોજીત બાળમેળાના કાર્યક્રમમાં એક વ્યક્તિએ વગર મંજૂરીએ ડ્રોન ઉડાડતા મુખ્યપ્રધાનની સિક્યુરીટીમાં ચૂક રહી ગઇ હોવાની ચર્ચાઓએ સ્થાન લીધું છે. સીએમની સિક્યુરિટી સંભાળતા અધિકારીઓ દ્વારા દ્વારા આ ડ્રોન ઉડાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે.
એક વ્યક્તિની અટકાયત : ડ્રોન ઉડતું હોવાનું ધ્યાને આવતા જ સીએમ સિક્યુટીરીના જવાનોએ તેને અટકાવી અને ઉડાડનારની અટકાયત કરી હોવાના પ્રાથમિક અહેવાલ સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ડ્રોન થકી ફોટો વિડીયોગ્રાફી કરવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એક એજન્સીને હાયર કરવામાં આવી હતી. તેના દ્વારા વ્યક્તિએ ડ્રોન ઉડાડ્યું હોવાનું સામે આવ્યું છે. પરંતુ ડ્રોન ઉડાડનાર પાસે તેની મંજૂરી ન હોવાન કારણે તેની અટકાયત કરવામાં આવી છે. ટૂંક જ સમયમાં તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે. મુખ્યપ્રધાનની હાજરીમાં ડ્રોન ઉડતું દેખાતા પોલીસની કામગીરીને લઇને અનેક ચર્ચાઓએ સ્થાન લીધું છે.
આ પણ વાંચો યોજનાના સરવે માટે આવેલી ટીમને ગામવાસીઓએ 2 કલાક દોડાવી, ડ્રોન જપ્ત
આયોજકો દ્વારા કોન્ટ્રાકટ અપાયો : હોવાનું સામે આવ્યું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સિક્યુરિટી માં થયેલી ચૂકને લઈ ખૂબ જ ચર્ચાઓએ જોર પકડયું હતું. પરંતુ આ પ્રકારની વીવીઆઇપી મુવમેન્ટમાં ડ્રોન ઉડાડવાની પરમિશન હોતી નથી. છતાં આપ્રકારે ડ્રોન ઉડતા સિક્યુરિટી પોતાના પ્રોટોકોલ પ્રમાણે કાર્યવાહી કરી હતી. પરંતુ મુખ્ય બાબત એ છે કે આ ડ્રોન કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા નહીં પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ખાનગી એજન્સીને કામ અપાયું હોવાનું સામે આવ્યું છે.