ETV Bharat / state

Vadodara Fire Department : વડોદરા ફાયર વિભાગમાં સ્ટાફની અછત, વર્ષોથી નથી કરાઈ ભરતી - Recruitment in the Fire Department

વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગની (Vadodara Fire Department) વર્ષોથી ઉપેક્ષા થતી હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. ફાયર વિભાગમાં ફાયર અને ઓફિસ સ્ટાફ મળી કુલ 129 જગ્યા વર્ષોથી (Recruitment in the Fire Department) ખાલી છે. તેને ભરવા માટે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ રહી નથી.

Vadodara Fire Department : વડોદરા ફાયર વિભાગમાં સ્ટાફની અછત, ફાયર વિભાગમાં વર્ષોથી નથી કરાઈ ભરતી

author img

By

Published : Feb 16, 2022, 2:11 PM IST

વડોદરા : વડોદરા મહાનગરપાલિકા સંચાલિત ફાયર વિભાગમાં ફાયર સ્ટાફ (Vadodara Fire Department) અને ઓફિસ સ્ટાફ મળી કુલ 401 ની મહેકમ છે. જેની સામે માત્ર 272 જગ્યાઓ જ ભરેલી છે. ત્યારે વડોદરા ફાયર વિભાગની કુલ 129 જગ્યાઓ ખાલી છે. જેમાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એક જગ્યા ખાલી છે. તો શહેરમાં 7 ફાયર ઓફિસર સામે માત્ર 1 કાયમી ફાયર ઓફિસર અને 2 કોન્ટ્રાક્ટ પરના ફાયર ઓફિસર છે. જેની 3 જગ્યાઓ ખાલી છે.

ફાયર વિભાગમાં ભરતી પ્રક્રિયા ક્યારે હાથ ધરાશે

વડોદરા ફાયર વિભાગમાં સ્ટાફની અછત, ફાયર વિભાગમાં વર્ષોથી નથી કરાઈ ભરતી

ફાયર વિભાગના આ મહત્વના હોદ્દાઓ (Recruitment in the Fire Department) ભરવામાં પણ તંત્ર આળસ ખંખેરતું નથી. વર્ષોથી ફાયર વિભાગની ખાલી પડેલી જગ્યાઓ માટે તંત્ર દ્વારા કોઈ ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ નથી. વડોદરા શહેરની વસ્તી અંદાજે 8 લાખ જેટલી હતી. ત્યારે જે ફાયર વિભાગમાં મહેકમ હતી. તે જ મહેકમ આજે શહેરની અંદાજીત 23 લાખની વસ્તી થઈ છે, ત્યારે પણ છે. વડોદરા શહેરના વિસ્તાર અને વસ્તી મુજબ જોઈએ તો ફાયર સ્ટેશન (Fire Station in Vadodara) પણ ઓછા છે. શહેરમાં વધુ ફાયર સ્ટેશન બનાવવાની જરૂરિયાત ઉભી થઇ છે.

આ પણ વાંચોઃ Parents Flurry in Vadodara : FRC મુજબ ફી નહીં લેવાતાં વાલીઓ બેઠાં ધરણાં પર, DEO કચેરીએ શું કહ્યું જાણો...

"ખાલી પડેલી જગ્યા માટે યોગ્ય સમયે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે"

તો બીજી તરફ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ફાયર વિભાગમાં ખાલી પડેલી 129 જગ્યા માટે યોગ્ય સમયે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બજેટમાં શહેરમાં 3 નવા ફાયર સ્ટેશન બનાવવાની જાહેરાત કરાઈ છે. જ્યાં ફાયરના જવાનોને રહેવાની પણ સુવિધા ઉભી કરાશે.

કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા માંગ

વડોદરાના વિપક્ષના નેતા અમી રાવતે જણાવ્યું હતું કે, પોતાના જીવની પરવા કર્યા વગર દિવસ રાત નાગરિકો માટે ખડે પગે તૈયાર રહેતા ફાયર વિભાગનું મહેકમ મુજબ ભરતી થતી નથી. ફાયર વિભાગમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને (Contract Employee in the Fire Department) કાયમી કરવા જોઈએ. અને શહેરમાં વધુ ફાયર સ્ટેશન ઉભા કરવા જોઈએ. શહેરના ફાયર સ્ટેશન નજીક જ ફાયરના જવાનો માટે કવાટર્સ ફાળવવામાં આવે તો જવાનો ઇમરજન્સીના સમયે તાત્કાલિક હાજર રહી શકે. ત્યારે આ નવિન ફાયર સ્ટેશનની જે જાહેરાત કરાઈ છે તે ક્યારે બને છે. અને ફાયર વિભાગની ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ક્યારે હાથ ધરવામાં આવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચોઃ Date Extended for Talati Form : તલાટી પરીક્ષા ફોર્મ ભરવા માટેના ઉમેદવારોને આનંદો! મુદત વધી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.