ETV Bharat / state

વડોદરામાં લેબ ટેક્નિશિયન અને લેબ આસિસ્ટન્ટને કાયમી ન કરાતા વિરોધ પ્રદર્શન

વડોદરામાં કોરોનાની સારવારમાં કામ કરતા લેબ ટેક્નિશ્યન અને લેબ આસિસ્ટન્ટની ભરતીને સાત વર્ષ પુરા થવા છતાં તેઓને કાયમી કરવામાં આવ્યા નથી. જેથી લેબ સ્ટાફે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Etv Bharat, Gujarati News, Vadodara News
Vadodara News
author img

By

Published : Jun 19, 2020, 2:26 PM IST

વડોદરાઃ શહેરમાં કોરોના વાઇરસ મહામારીમાં પણ સારવારમાં કામ કરતા લેબ ટેક્નિશિયન અને લેબ આસિસ્ટન્ટની ભરતીને સાત વર્ષ પુરા થવા છતાં તેઓને કાયમી કરવામાં આવ્યા નથી. જેથી લેબ સ્ટાફે વિરોધ પ્રદર્શન કર્યો હતો.

વડોદરામાં લેબ ટેક્નિશિયન અને લેબ આસિસ્ટન્ટને કાયમી ન કરાતા વિરોધ પ્રદર્શન
બરોડા મેડિકલ કોલેજ તથા સયાજી હોસ્પિટલમાં લેબોરેટરી આસિસ્ટન્ટ તેમજ ટેકનિશિયનની સીધી ભરતી વર્ષ 2013માં થઇ હતી. વડોદરામાં યુવક યુવતીની ભરતી કરવામાં આવી હતી. ભરતીને પાંચ વર્ષ થયા પછી તેઓને કાયમી કરવાના હતા, પરંતુ હજી સુધી સરકારે કાયમી કર્યા નથી.
Etv Bharat, Gujarati News, Vadodara News
વડોદરામાં લેબ ટેક્નિશિયન અને લેબ આસિસ્ટન્ટને કાયમી ન કરાતા વિરોધ પ્રદર્શન

હાલમાં કોરોનાની બીમારીના સમયમાં કોરોના વોરિયર્સ તરીકે જીવના જોખમે આ સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. શુક્રવારે સ્ટાફ આ મુદ્દે પ્રદર્શન યોજી કોલેજના ડિન તેમજ સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરી છે.તેઓની રજુઆત હતી કે આ પ્રદર્શનથી અમે દુઃખી છે. અમને હડતાળ કે આંદોલન નહીં પરંતુ ન્યાય મળે તે માટે સરકારના સહકાર તથા હૂંફની જરૂરિયાત છે. આ મુદ્દે અમે અવાર - નવાર લેખિત અને રૂબરૂમાં મૌખિક રજૂઆતો કરી છે. પરંતુ હજી સુધી અમને કાયમી નિમણુંક પત્ર આપવામાં આવ્યા નથી. અમારી ભરતી પછી બીજી ભરતી ગૌણ સેવાના કર્મચારીઓની થઈ હતી. જેઓને કાયમી કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.