વડોદરા દિવાળી નિમિતે કેટલાંક દિવસથી સરકારી કર્મચારીઓને રજા આપવામાં આવી હતી. જેને પગલે સરકારી કચેરીઓમાં તમામ કામ ઠપ્પ થઈ ગયા હતા. પરંતુ દિવાળીની રજાઓ પૂર્ણ થતા તાજેતરમાં સરકારી કચેરીઓમાં (vadodara talati list) ફરી કામ શરૂ થયા છે. જેથી અરજદારોના કામ આ દિવસોમાં અટક્યા હતા, તેઓ તમામ કામ સત્વરે પૂરી થાય તે માટે સરકારી કચેરીમાં પહોંચી રહ્યા છે. ત્યારે વડોદરાના કુબેર ભવનમાં ગઈકાલે અરજદારોની ભીડ જોવા મળી હતી. જેમાં તલાટીની ઓફિસ બહાર લોકોની લાઈન લાગી હતી. પરંતુ આ અરજદારોને ઓફિસમાં તલાટીના સ્થાને એક નોટિસ જોવા મળી હતી. જેને પગલે તેઓએ નિરાશ થઈને વિલા મોઢે જ પાછું ફરવું પડ્યું હતું. (Talati Office in Vadodara)
બોર્ડ વાંચ્યા બાદ અરજદારો નિરાશ અરજદારો જ્યારે તલાટીની ઓફિસે પહોંચ્યા ત્યારે ઓફિસ બંધ હતી. ત્યાં તલાટી હાજર ન હતા. તલાટીની ઓફિસ બહાર એક નોટિસ લગાવવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે, માનનીય વડાપ્રધાનના કાર્યક્રમમાં તલાટીઓ રોકાયેલ છે. આ સૂચના વાંચ્યા બાદ અરજદારો ભારે નિરાશ થયા હતા. પરંતુ કેટલાક અરજદારોને આશા હતી કે તલાટી કોઈપણ સમયે ઓફિસ આવશે. આ વિચારીને કેટલાક અરજદારો લાઈન લગાવીને ઓફિસની બહાર બેસી ગયા હતા. પરંતુ તેઓને અંતે નિરાશા જ મળી હતી. (Kuber bhavan Talati Office)
અરજદારોએ શું કહ્યું અરાજદારોનું કહેવું છે કે, અમે સવારથી ઓફિસ બહાર બેઠા છે. આવકના દાખલ માટે બીમાર છું. તો પણ અહીંયા રાહ જોઈને બેઠો છું. હજુ સુધી કોઈ અધિકારી આવ્યા નથી કે કોઈ નોટિસ નથી. અમે શનિવારે પણ આવ્યા હતા ત્યારે ઓફિસ બંધ હતી. તે ટાઈમે નોટીસ મારી હતી એટલે અમે ઘરે જતા રહ્યા પણ આજે સવારથી બેઠા છે કોઈ આવ્યું નથી.(talati office in tarsali vadodara)
લોકો કામ ધંધા છોડીને બેઠા બીજા અરજદારનું કહેવું છે કે, હું કારેલીબાગ વિસ્તારમાંથી (vadodara talati applicants Line) આવ્યો છું. આવકનો દાખલો કાઢવા માટે સવારથી બેઠા છે. મારા ઘરે નાના બાળક છે. કોઈ નોટીસ નથી મારી સવારથી અમે બધા બેઠા છે. અધિકારીઓ ના આવે તો કમસે કમ નોટીસ તો મારી શકો કામ ધંધો છોડીને આવ્યો છું.(kuber bhavan talati office in vadodara)