- માસ્ક દંડ બાદ કરજણ પોલીસે હેલ્મેટ ડ્રાઈવ યોજી
- હેલ્મેટ વગર વાહન ચલાવતાં 30 ચાલકો ઝડપાયા
- રૂપિયા 15 હજારના દંડની વસુલાત કરાઈ
વડોદરા : રાજ્યના પોલીસ વડાના આદેશ અનુસાર કરજણ મીયાગામ ચોકડી પાસે કરજણ પોલીસે હેલ્મેટ ડ્રાઈવ યોજી હતી અને હેલ્મેટ પહેર્યા વગર નીકળેલા વાહનલકોને ઝડપી તેમની પાસેથી સ્થળ પર જ દંડની વસૂલાત કરી હતી.
એક તરફ માસ્ક દંડ બીજી તરફ હેલ્મેટ ડ્રાઈવ યોજતા વાહનચાલકોમાં રોષ
ટ્રાફિક પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હેલ્મેટ ડ્રાઈવ ગોઠવવા અંગે ગુજરાત પોલીસ વડાની સુચના અન્વયે હેલ્મેટ પહેર્યા વગર નીકળતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે કામગીરી યથાવત રહેશે.
માટી ભરેલી ઓવરલોડેડ હાઈવા ટ્રકો સામે પોલીસ કાર્યવાહી કરવા સક્ષમ નહીં હોવાના આક્ષેપ ઉઠ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, એક એક તરફ કોરોનાને લઈ માસ્ક નહીં પહેરતાં વાહન ચાલકો સામે 1000 રૂપિયા સુધીના દંડની વસુલાત કરવામાં આવી રહી છે. આ માસ્ક દંડની કાર્યવાહી દરમિયાન રાજ્યમાં વાહન ચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના પણ બનાવો બન્યા છે. જે બાદ ફરી એકવખત કરજણ મિયાગામ ચોકડી પર પોલીસે હેલ્મેટ ડ્રાઈવ યોજી હતી. હેલ્મેટ વિના પસાર થતા વાહનચાલકોને અટકાવી તેમની પાસેથી સ્થળ પર જ દંડની વસુલાત કરવામાં આવી હતી. કરજણ પોલીસે અંદાજીત 30 જેટલા વાહન ચાલકોને ઝડપી તેમની પાસેથી રૂપિયા 15000ના દંડની વસુલાત કરવામાં આવી છે. જ્યારે હેલ્મેટ વિના ઝડપાયેલા વાહનચાલકોએ અહીંથી માટી ભરી રોજની અસંખ્ય ઓવર લોડેડ હાઈવા ટ્રકો પસાર થઈ રહી છે. જેને નજર અંદાજ કરી ટ્રાફિક પોલીસ ઓવરલોડેડ ટ્રકો સામે કાર્યવાહી કરવા સક્ષમ નહીં હોવાના પણ આક્ષેપ કર્યા હતા.