ETV Bharat / state

Junagadh News : કૃષિ ક્ષેત્રમાં ડ્રોન રોબોટિક ટેકનોલોજી કઈ રીતે ઉપયોગ કરી શકાય તેને લઈને યોજાયો સેમિનાર - Drones in agriculture sector

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા ખેતી ક્ષેત્રમાં રોબોટિક અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ થાય તેને લઈને સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં વિષય નિષ્ણાંતોની સાથે ખેડૂતો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. આગામી દિવસોમાં ડ્રોન અને રોબોટિક્સ ટેકનીક કૃષિ ક્ષેત્રમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય તેને લઈને માહિતી પ્રાપ્ત કરી હતી.

Junagadh News : કૃષિ ક્ષેત્રમાં ડ્રોન રોબોટિક ટેકનોલોજી કઈ રીતે ઉપયોગ કરી શકાય તેને લઈને સેમિનાર

author img

By

Published : Mar 3, 2023, 4:03 PM IST

આગામી સમયમાં કૃષિ ક્ષેત્રમાં ડ્રોન અને રોબોટિકનો સેમિનારમાં વ્યક્ત થયા અભિપ્રાયો

જૂનાગઢ : એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા કૃષિ ક્ષેત્રમાં ડ્રોન અને રોબોટિક ટેકનોલોજીને લઈને બે દિવસના સેમિનારનું આયોજન કરાયું હતું. આજે સેમીનારનો અંતિમ દિવસ છે, ત્યારે આધુનિક સમયમાં કૃષિ ક્ષેત્ર પણ હવે ટેકનોલોજીથી દુર રહી શકે તેમ નથી. ખેતીના ક્ષેત્રમાં પણ હવે ધીમે ધીમે સાધનોની સાથે વિશ્વ સ્તરે સ્વીકૃત કરેલી ટેકનોલોજીનો ઉપયોગ પણ શરૂ થયો છે. ત્યારે ખેતી ક્ષેત્રમાં ડ્રોન અને રોબોટિક ટેકનોલોજીના ઉપયોગ થતી ખેડૂતોને ઉન્નત કઈ રીતે બનાવી શકાય. તેમજ આધુનિક ટેકનોલોજીના સર સંસાધનો દ્વારા ખેતી ક્ષેત્રમાં ઉત્પાદનના વધારાની સાથે ખર્ચ કઈ રીતે ઘટાડી શકાય. તેને લઈને કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો અધ્યાપકો વિદ્યાર્થીઓની સાથે ખેડૂતો સેમિનારમાં સામેલ થયા હતા. ઉપસ્થિત વિષય નિષ્ણાંતો અને તજજ્ઞો દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનને પ્રાપ્ત કર્યું હતું.

રોબોટિક અને ડ્રોન ટેકનોલોજી
રોબોટિક અને ડ્રોન ટેકનોલોજી

આ પણ વાંચો : National Farmers Day 2022 બમણી આવકની વાત કરતી સરકારના રાજમાં જ ખેડૂતો થયા દેવાદાર

યુવાનોને ખેતી સાથે જોડવાનો પ્રયાસ : આજે સમગ્ર વિશ્વમાં ટેકનોલોજીની બોલબાલા છે, એવું એક પણ ક્ષેત્ર આજે જોવા મળતું નથી કે જ્યાં ટેકનોલોજીના કોઈ સાધન કે સંસાધનનો ઉપયોગ થતો ન હોય, ત્યારે આગામી દિવસોમાં ખેતી ક્ષેત્રમાં પણ સંશોધન અને ખાસ કરીને ટેકનોલોજીને લગતા સંશોધનો ખેતી પદ્ધતિમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય. તેમજ આધુનિક સંશોધન થકી ખેતી ક્ષેત્રનું શિક્ષણ મેળવીને બહાર આવી રહેલા વિદ્યાર્થીઓ પણ ખેતીને વ્યવસાય તરીકે અપનાવે તેને લઈને આ સેમિનારમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આવનારો સમય કૃષિ ક્ષેત્રની ખૂબ જ જરૂરિયાત અને બોલબાલા વાળો જોવા મળશે, ત્યારે આધુનિક સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ અનિવાર્ય બની શકે છે. જેમાં રોબોટિક અને ડ્રોન ટેકનોલોજી આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે.

જૂનાગઢમાં સેમિનારનું આયોજન
જૂનાગઢમાં સેમિનારનું આયોજન

આ પણ વાંચો : Junagadh Mango: દરેક વય જૂથના આંબાને કલટાર રસાયણ આપવુ સાબિત થશે નુકસાનકારક

ઉત્પાદન વધારવાનો ધ્યેય : વર્તમાન સમયમાં કૃષિ ક્ષેત્રમાં અનેક સમસ્યાઓ જોવા મળે છે. યોગ્ય સમયે મજૂર નહીં મળવાને કારણે રોગ,જીવાત સિંચાઈના પાણીને પૂરતા ન હોવા જેવી અનેક કઠિન સમસ્યા બની રહી છે, ત્યારે આગામી દિવસોમાં ડ્રોન ટેકનોલોજી થકી કૃષિ પાકોનું ઉત્પાદન વધારવા માટે દવાના છંટકાવ કરવામાં આવશે. તેમજ પાણીને પ્રત્યેક છોડ સુધી પહોંચતું કરવા માટેની વર્ગીકૃત પદ્ધતિ તેમજ નિંદામણના સમયે મજૂરોની અછતને કારણે નિદામણ દૂર કરવી મુશ્કેલ પડે છે. આ તમામ સમસ્યાઓમાંથી આવનારા સમયમાં ડ્રોન અને રોબોટિક ટેકનોલોજી ખેડૂતને મુક્તિ અપાવશે. જેને કારણે ખેતીનો ખર્ચ ઘટશે યોગ્ય સમયે કૃષિપાક બજારમાં આવશે. જેને કારણે ખેડૂતોને કૃષિ ઉત્પાદનોના યોગ્ય બજાર ભાવ મળતા થશે. જેની પાછળ પણ આધુનિક ટેકનોલોજીના સર અને સંસાધનો મહત્વનો ભાગ ભજવતા જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.