વડોદરા: શહેરીજનોને કમાટી બાગના દર્શન kamati baug vadodara) કરાવતી જોય ટ્રેનના ઇજારદારે ચાર વર્ષથી થર્ડ પાર્ટી વીમો ન ભરાયાની વિગતો સામે આવતા પાલિકા અને ઇજારદારની ગંભીર બેદરકારી સામે આવી છે. હાલમાં પાર્ક અને ગાર્ડન વિભાગ દ્વારા ઇજારદારને નોટિસ ફટકારી જોય ટ્રેન સહિતની(Joy Train Station) રાયડો બંધ કરવાની ફરજો પાડવામાં આવી છે. શહેરમાં વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલ કમાટીબાગમાં અનેક પ્રવાસીઓ આવતા હોય છે.
ઇજારદારને નોટિસ ફટકારી - આ પ્રવાસીઓ અને શહેરીજનોને જોય ટ્રેન મારફતે (Joy train off )કમાટી બાગના દર્શન કરાવવામાં આવતા હતા. પરંતુ હવે કોર્પોરેશન અને ઇજારદારની ગંભીર બેદરકારીથી જોય ટ્રેનને બંધ કરવામાં આવી છે. જોય ટ્રેન 2012 માં કાર્યરત કરવામાં આવી હતી પરંતુ ઇજારદાર દ્વારા છેલ્લા 4 વર્ષથી ઇનશોરન્સ ન લીધો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવતા હાલમાં પાર્ક એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા ઇજારદારને નોટિસ ફટકારી છે. તો ફાયર સિફટીના ઉલ્લંઘન અને કોર્પોરેશનના કરાર મુજબ 70 લાખથી વધુ રકમ ઇજારદારે ખોડલ કોર્પોરેશનને ભરી નથી જેથી તાત્કાલિક ઇજારો રદ કરી હાલમાં કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં જોવું રહ્યું કે ઇજારદાર સામે કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે.
આ પણ વાંચોઃ કાંકરિયાની અટલ એક્સપ્રેસ અટકી, જાણો કયારે થશે ચાલુ !
ટ્રેન ચાલુ કરવા દેવામાં આવશે - વડોદરા શહેરના કમાટી બાગનું સૌથી મોટું આકર્ષાનું કેન્દ્ર જોય ટ્રેન(Joy Train Station) છે. કોર્પોરેશનને કરાર મુજબની રકમ અને વીમો પોલિસી લઈને ગંભીર બેદરકારી છતી થઈ છે જેને લઈ મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે ઇજારદાર પૂરતા નાણાં અને યોગ્ય ઇન્શ્યોરન્સ હશે તોજ જોય ટ્રેન ચાલું કરવા દેવામાં આવશે.
ઇજારદારના ટેન્ડર ટર્મિનેટ કરવા જોઈએ - શહેર મહાનગર પાલિકાના વિપક્ષી નેતા અમી રાવતે જણાવ્યું હતું કે વડોદરા શહેરના સયાજીરાવ ગાયકવાડના સમયના એન્જીન વાળી ટ્રેન એક ભેટ સમાન હતી. તે ટ્રેન બંધ કરી પીપીપી ધોરણે ખોડલ કોર્પોરેશનને કામ આપવામાં આવ્યું છે ત્યારથી જ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. હાલમાં જોય ટ્રેન ગંભીર બેદરકારીના કારણે આજે તે પણ બંધ થઈ છે હવે આ પ્રકારના ઇજારદારને ટર્મિનેટ કરી કોર્પોરેશન દ્વારા સંચાલન કરવામાં આવે તેવી માગણી કરવામાં આવે તેવી આમારી માંગ છે.