ઇટાલીના સાયન્ટીસ્ટ વેનચુરા એન્ડ્રીકો અને તેમના પત્નિ માંગી કાતિયાએ ભારત સરકારની કારા વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવી ભારતમાંથી બાળકી દત્તક લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેના આધારે તેમને વડોદરાની સંસ્થાનો સંપર્ક કરી કૃપાલીના ફોટા જોઇ તેને દત્તક લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
જેથી બંને પતિ-પત્નિ બાળકના હુંફમાં ઇટાલીથી વડોદરા આવ્યા અને તેઓ સંસ્થાના લોકો અને બાળકીને મળ્યા બાદ બાળકીને દત્તક લેવાની તમામ પ્રક્રિયા પુર્ણ કર્યા બાદ વડોદરા કલેક્ટર શાલિની અગ્રવાલે બાળકીને ઇટાલી દંપતીને સોપી હતી. હવે કૃપાલી અનાથ આશ્રમમાંથી તેના પોતાના ઇટાલીના ઘરે જશે, સંતાન વગરના ઈટલીનુું આ દંપતી દિવ્યાંગ કૃપાલીને મેળવી ખુબ ખુશ થયા તો બાળકી પણ નવા માતા-પિતાને મળીને ખુશખુશાલ થઈ ગઇ હતી.