ETV Bharat / state

વડોદરામાં આર.આર. કાબેલ ગ્રુપના 40 ઉપરાંત વિવિધ ઠેકાણે ITનો સપાટો -

વડોદરાના વાઘોડિયા ખાતે વાયરિંગ અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે મોટું નામ ધરાવતા આર.આર કાબેલ ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. વડોદરા સહિત 40 ઉપરાંત સેન્ટરો ઉપર કાર્યવાહી હાથ ધરાઈ છે.

આર આર કાબેલ ગ્રુપ આર આર કાબેલ ગ્રુપ
આર આર કાબેલ ગ્રુપ
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 29, 2023, 5:37 PM IST

Updated : Nov 29, 2023, 6:57 PM IST

વડોદરામાં જાણીતી આર.આર. કાબેલ ગ્રુપના 40 ઉપરાંત વિવિધ ઠેકાણે ITનો સપાટો

વડોદરા: એક તરફ નાણાકીય વર્ષ પૂર્ણ થવાના આરે છે તો બીજી તરફ ઇન્કમટેક્સ વિભાગ પણ સક્રિય થઇ ગયું છે. વાઘોડિયા ખાતે વાયરિંગ અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે મોટું નામ ધરાવતા આર. આર. કાબેલ ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. 40થી વધુ સેન્ટરો ખાતે ચાલતા યુનિટ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કંપનીના 40 સ્થળોએ દરોડા: આર.આર. કાબેલ ગ્રુપના વડોદરા, અમદાવાદ, સુરત, સેલવાસ સહિત દેશભરમાં 40 ઉપરાંત સેન્ટરો ઉપર વિવિધ ઠેકાણે ITની ટીમોએ દરોડા પાડ્યા હતા. IT વિભાગ દ્વારા બિલ્ડર, જવેલર્સ, ફટાકડા, મીઠાઈ સ્ટોર સહિતના સ્થળોએ રાજ્યભરમાં દરોડા પાડ્યા હતા. IT દ્વારા કંપનીના હિસાબો, ખરીદ-વેચાણના ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સહિતની માહિતીની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. કંપની પરિસરમાં IT સહિત મુખ્ય અધિકારીઓ દ્વારા સમગ્ર ડિસ્ટ્રીબ્યુટર નેટવર્કને પણ દરોડામાં સામેલ કરવામાં આવ્યા હતા.

લિસ્ટેડ શેરના ભાવ ગગડયા: વડોદરા વાઘોડિયા પાસે આવેલ આર.આર. કાબેલ ગ્રુપમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેને કારણે તેના શેર બજારમાં લિસ્ટેડ કંપનીના શેરમાં કડાકો બોલ્યો છે. આજે સવારે શેરના ખુલતા ભાવથી ધીરે ધીરે નીચે ગગડતો જોવા મળ્યો હતો. ગત સપ્ટેમ્બર 2023માં કંપની દ્વારા IPO ઈશ્યુ કરવામાં આવ્યો છે. આર. આર. કાબેલ કંપની ઉપર પાડવામાં આવેલા દરોડામાં મોટા બેનામી વ્યવહારો બહાર આવે તો કોઈ નવાઈ નહીં.

  1. વિદ્યાર્થીઓને નાના ઉદ્યોગો શરૂ કરવા માટે સરકાર આપશે 40 હજારની સહાય
  2. શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો, સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે બંધ થયા

Last Updated : Nov 29, 2023, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.