વડોદરા: આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના સંસ્થાપક (Chairman of the International Hindu Council) અને અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડીયા વડોદરાના અમરદીપ હોમ ખાતે કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પહેલા તેઓએ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાત લીઘી હતી. વડોદરામાં ડો.પ્રવીણ તોગડીયાવનું કાર્યકર્તાઓ સાથે ભવ્ય સ્વાગત (Praveen Togadia's grand reception in Vadodara) કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીના (epidemic corona) કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે ફરી એકવાર સરકારે જાગવું પડશે.
પ્રવીણ તોગડીયાએ સરકાર પર નિશોનો સાધ્યો
હિન્દૂ પરિષદના સંસ્થાપક અને અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડીયાએ સરકાર પર નિશોનો સાધતા કટાક્ષમાં કહ્યું હતું કે, કોરોનાના વધતા કેસો સામે ફરી એકવાર સરકારે જાગવું પડશે. સામાજિક અને જાહેર મેળાવડાઓ બંધ (Close social and public gatherings) કરવા પડશે કારણકે તમામ પ્રકારના કાર્યક્રમો કરતા વ્યક્તિનો જીવ મહત્વનો છે તેવું જણાવ્યું હતું. સાઉદી અરેબિયાની જેમ ભારતે પણ તબલીક જમાત પર પ્રતિબંધ ફરમાવો જોઈએ. નહીંતર ભારતનું તાલિબાન અફઘાનિસ્તાન બનતા વાર નહિ લાગે અને અફઘાનિસ્તાન જેવા ગૃહ યુદ્ધ થશે તો તેની જવાબદારી ભારત સરકારની રહેશે. તેવા આકરા પ્રહારો કર્યા હતા.
ગુજરાતના નવા મુખ્યપ્રધાન સારી તક છે યોગ્યતા સિદ્ધ કરવાની
આ સાથે ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) માટે ઉત્તર પ્રદેશમાં કપરા ચઢાણ છે તેવું જણાવ્યું હતું. હાલ રાજકીય નેતામાં હિંદુ બનવાની સ્પર્ધા જાગી છે. દેશમાં જબરદસ્ત હિંદુનું જાગરણ થયું છે તેથી રામ મંદિર નિર્માણ થાય છે. ઉપરાંત ગુજરાતના નવા મુખ્યપ્રધાન વિશે વાત કરતા કહે છે કે, તેમની પાસે યોગ્યતા સિદ્ધ કરવાનો સારો મોકો છે.
આ પણ વાંચો:
આજે ભાજપની પ્રદેશ કારોબારી બેઠક મળી, ચૂંટણી મામલે ભાજપ આક્રમક મૂડમાં