ETV Bharat / state

કરજણ પેટા ચૂંટણી: મહાનિરીક્ષક અને ખર્ચ નિરીક્ષકે મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લીધી - Vadodara District Collector

કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના નિરીક્ષણ માટે ભારતના ચૂંટણી પંચે અખિલ ભારતીય સનદી સેવાના વરિષ્ઠ અધિકારી જટાશંકર ચૌધરીને મહાનિરીક્ષક તરીકે અને ભારતીય વિત્તિય સેવાના ઉચ્ચ અધિકારી અભય કુમારની ખર્ચ નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે. આ બંને અઘિકારીઓ હાલમાં કરજણ બેઠકની ચૂંટણી પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા આવ્યા છે. સાથે જ આ બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક, તટસ્થ, નિર્ભય અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

મોનિટરિંગ સેન્ટરની મુલાકાત
મોનિટરિંગ સેન્ટરની મુલાકાત
author img

By

Published : Oct 21, 2020, 3:59 PM IST

  • કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી
  • મહાનિરીક્ષક અને ખર્ચ નિરીક્ષકે લીધી મીડિયા સેન્ટરની મુલાકાત
  • ખર્ચ નિરીક્ષક અભય કુમારે વ્યવસ્થાને સંતોષજનક ગણાવી

કરજણ/વડોદરા: કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના નિરીક્ષણ માટે ભારતના ચૂંટણી પંચે અખિલ ભારતીય સનદી સેવાના વરિષ્ઠ અધિકારી જટાશંકર ચૌધરીને મહાનિરીક્ષક તરીકે અને ભારતીય વિત્તિય સેવાના ઉચ્ચ અધિકારી અભય કુમારની ખર્ચ નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે. આ બંને અઘિકારીઓ હાલમાં કરજણ બેઠકની ચૂંટણી પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા આવ્યા છે.

વડોદરા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લીધી

જિલ્લા કલેક્ટરે કારગીરીની વિગતો અંગે માહિતી મેળવી

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની અગ્રવાલે પણ આ બંને ઉચ્ચ અઘિકારીઓ સાથે માહિતી ભવનમાં કાર્યરત મીડિયા મોનિટરિંગ સેન્ટર અને નિયંત્રણ કક્ષની મુલાકાત લઈને કામગીરીની વિગતો અંગે માહિતી મેળવી હતી અને ચૂંટણી વિષયક સમાચારોના નિરીક્ષણ અને મોનિટરિંગની પ્રક્રિયા સમજાવી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, વડોદરામાં કોરોના, પૂર સહિતની અન્ય આફતો સહિત બારેમાસ આ નિયંત્રણ કક્ષ કાર્યરત રાખવામાં આવે છે. જેથી વહીવટી તંત્રને ત્વરિત જાણકારી મળી રહે. ખર્ચ નિરીક્ષક અભય કુમારે આ વ્યવસ્થા અને કામગીરીને સંતોષજનક ગણાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.