વડોદરા : જેલ કોઈને ગમતી નથી પણ કરમની કઠણાઈ ગુનાના રસ્તે લઈ જાય છે. સમાજની સલામતી માટે ગુનેગારોને જેલમાં રાખવાની જોગવાઈ છે. વર્ષ 1880 માં સયાજીરાવ મહારાજે બનાવેલી વડોદરાની સેન્ટ્રલ જેલ એક હેરિટેજ પ્લેસ ગણી શકાય. કેદીને વિવિધ કુશળતા શીખવી સમાજને ઉપયોગી બનાવી પાછો આપવાના અભિગમ હેઠળ સરકારે વડોદરા મધ્યસ્થ કારાગારના છત્ર હેઠળ 11 કરોડના ખર્ચે દંતેશ્વર ખાતે ખુલ્લી જેલ અને આ ગૌશાળા બનાવી છે. (Vadodara Central Jail Cowshed serve)
ગાયોની સાર સંભાળ ગૌશાળાની શરૂઆત વર્ષ 2020થી કરવામાં આવી. અત્યારે ગૌશાળામાં કુલ 128 જેટલી વાછરડી અને વાછરડા છે. જેમાં 38 મોટી ઉંમરની ગાયો અને આ પૈકી 28 ગાયો દૂધ આપે છે. દરરોજ 100 લીટર જેટલું દૂધ દોહવાય છે. જોવા જઈએ તો મહિનાનું 3,00,000 જેટલુ દૂધ જેલવાસીઓમાં પીવાતું હોય છે ઓપન જેલમાં કુલ 35 જેટલા કેદીઓ છે તેમાંથી સાત કેદીઓ ગૌશાળા માટે કામ કરે છે. આ કેદીઓ દ્વારા ગાયોને દોહવામાં આવે છે, નવડાવવું, ખવડાવવું, સાર સંભાળ રાખવામાં આવે છે.
લમ્પી રોગ ભરખી શક્યો નથી જેલ સિપાઈ હરિ ચોહલા એ જણાવ્યું કે, આ ગીર ગાયો અમરેલીથી લાવવામાં આવી છે. બહાર રખડતી ગાયો કરતા આ ગાયોને શુદ્ધ હવા, પાણી, ઘાસચારો મળી રહે છે તથા સમયે સમયે ચેકઅપ પણ કરાવી લેવામાં આવતું હોય છે. અને ખુશીની વાતો એ છે કે, આટલો ભયાનક લમ્પી વાયરસનો રોગ જેમાં ઘણી ગાયો મૃત્યુ પામી હતી, તેવો ભયાનક રોગ પણ ઓપન જેલની ગાયોને ભરખી શક્યો નથી. આ ગાયો એટલી તંદુરસ્ત છે તેમને કોઈ રોગ થયો નથી. આ દરેક ગાયોના નામ, જન્મ તારીખ, સમય તમામ પ્રકારની માહિતીનો રેકોર્ડ પણ રાખવામાં આવ્યો છે. (inmate brothers in Vadodara)
ગાયોના નામ જેલ સિપાઈએ જણાવ્યું હતું કે, મીરા કુંતા, ક્રિષ્ના, રાધા મોહિની મધુમતી કેસર કવિતા વગેરે જેવા નામો આ ગાયોના પાડવામાં આવેલ છે. અહીં 4 કાઉ શેડ છે. ગાય એક સૌમ્ય પ્રાણી છે, માતાના સ્નેહની અનુભૂતિ તે કરાવે છે, એટલે કેદી ભાઈઓ આવી પ્રેમાળ માતાઓના સાનિધ્યમાં મનો શાતા અનુભવશે એવું પણ કહી શકાય. અને શિસ્તબદ્ધ અને સંયમી કેદીઓને શિરપાવ રૂપે ખુલ્લું ખેતર આપવાના અભિગમની કદાચ રાજ્યમાં વડોદરાથી પહેલ કરવામાં આવી એવું કહી શકાય. (Vadodara Jail Cowshed)
કેદી બંધુઓની સેવા હરિ ચોહલા વધુમાં જણાવ્યુ હતું 1970 માં ઓપન જેલ માટે 90 એકર જેટલી જમીન ફાળવવામાં આવી હતી. જેનો ક્રમિક વિકાસ આજે આ વ્યવસ્થા રૂપે સંસ્થાપિત થયો છે. ભગવાન કૃષ્ણને પ્રિય એવી ગૌ માતાઓ છે. ગીર ઓલાદની આ ગાયો વડોદરા સેન્ટ્રલ જેલમાં નવી બનાવવામાં આવેલી શ્રી કૃષ્ણ ગૌ શાળામાં ખેતી અને પશુપાલનના અનુભવી પણ કાળની થપાટે ગુનો આચરી બેઠેલા અને સજા રૂપે જેલવાસ ભોગવતા કેદી બંધુઓ દ્વારા ઉછેરવામાં આવી રહી છે. (Vadodara Central Jail Prisoners)