ETV Bharat / state

વડોદરામાં વધ્યું પોલીસ ગ્રેડ-પે આંદોલન, ઠામડાં લઈને રસ્તા પર પોલીસ પરિવારજનો

રાજ્યભરમાં ગ્રેડ-પે મુદ્દે ચાલી રહેલું આંદોલન(Grade-pay movement) ઓછું થવાનું નામ લેતુ નથી. વર્ષોથી પોલીસની માંગણીઓ ન સંતોષાતા હવે પરિવારજનો રસ્તા પર ઉતરી આવ્યા છે. જો પોલીસ બેડો જ સરકાર સામે બાંયો ચડાવતુ હોય તો વિચારી શકાય કે સરકારથી કેટલું નારાજ હશે.

વડોદરામાં વધ્યું પોલીસ ગ્રેડ-પે આંદોલન, ઠામડાં લઈને રસ્તા પર પોલીસ પરિવારજનો
વડોદરામાં વધ્યું પોલીસ ગ્રેડ-પે આંદોલન, ઠામડાં લઈને રસ્તા પર પોલીસ પરિવારજનો
author img

By

Published : Oct 28, 2021, 7:42 PM IST

  • વર્ષોથી દબાયેલી માંગણી ન સંતોષાતા આંદોલનની ચિમકી ઉગ્ર બનતી જાય છે
  • અકોટા પોલીસ લાઇન પાસે પોલીસ પરિવારજનો ઉતર્યા આંદોલન પર
  • થાળી-વાટકા સાથે પોસ્ટર લઇને બાળકો પણ આવી પહોંચ્યા રસ્તા પર

વડોદરાઃ રાજ્યભરમાં ચાલી રહેલું ગ્રેડ-પે સહિતની માંગણીઓનું આંદોલન(Grade-pay movement) હવે વડોદરામાં વધતું જોવા મળી રહ્યુ છે. ત્યારે ગઇકાલે વડોદરા પોલીસ(Vadodara Police) હેડ ક્વાર્ટર આંદોલન જોવા મળ્યું હતું તો આજે અકોટ પોલીસ લાઇન(Akot police movement)માં પોલીસ પરિવારજનોએ થાળી-વેલણ સાથે આવી પહોંચ્યા અને સાથે નાના બાળકો પોસ્ટર લઈ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસ પરિવારજનોએ જણાવ્યુ હતુ કે, પોલીસ કર્મચારીઓ રાત-દિવસ મહેનત કરે છે છતાં પણ તેઓને પુરતુ વળતર આપવામાં આવતું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં કંઇ જ નિરાકરણ આવ્યું નથી.

અમદાવાદમાં પોલીસ પરિવારનો આક્રોશ વધુ જોવા મળી રહ્યો

ઉલ્લેખનીય છે કે છેલ્લા 4થી 5 દિવસથી ગુજરાતમાં પોલીસ ગ્રેડ-પે(Police grade-pay Gujarat)આંદોલન ચાલી રહ્યું છે. દિવસે-દિવસે હવે આ આંદોલન ઉગ્ર બની અન્ય શહેરોમાં સુધી પહોંચી રહ્યું છે. ત્યારે ખાસ કરીને અમદાવાદમાં પોલીસ પરિવારનો આક્રોશ વધુ જોવા મળી રહ્યો છે. એવામાં આંદોલનની આગ વડોદરા સુધી પહોંચતા મોડી સાંજે પ્રતાપનગર પોલીસ હેટ ક્વાર્ટર ખાતે મોટી સંખ્યામાં પોલીસ પરિવારો સાથે એકત્ર થયા અને આજે અકોટ પોલીસ ગ્રાઉન્ડમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો.

વડોદરામાં વધ્યું પોલીસ ગ્રેડ-પે આંદોલન,

પોલીસ આંદોલન મોકૂફ રાખ્યુંના મેસેજ વાયરલ

આ ઉપરાંત હાલ રાજ્યભરમાં ચાલી રહેલા પોલીસ આંદોલન હાલ પુરતુ મોકૂફ રાખ્યું હોવાના ખોટા મેસેજ વાઇરલ થયા છે. પરંતુ જોવા જઈ તો હજુએ આંદોલન વધુ ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ પોલીસ આંદોલનની બેઠકમાં પરિણામ શૂન્ય, આંદોલન રહેશે યથાવત

આ પણ વાંચોઃ ગ્રેડ પે મામલે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારીએ શરૂ કર્યું આંદોલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.