ETV Bharat / state

વડોદરા રેલ્વે ડિવિઝન બન્યુ વધુ કડક, ચાલુ ટ્રેનમાં સાંકળ ખેંચશો તો 10 હજારનો દંડ થશે - VDR

વડોદરાઃ ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો મસ્તી-મજાકમાં અથવા તો સામાન્ય કારણથી ચેઇન પુલિંગ કરીને ટ્રેનને રોકી દેતા હોય છે જેના કારણે રેલવેને દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન જાય છે. આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે હવે રેલવે દ્વારા ખાસ ટીમની રચના કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમા છેલ્લા 100 દિવસમાં ચેઇન પુલિંગની 568 ઘટનાઓ સામે આવી છે. વડોદરા ડિવિઝનમાં ચેઇન પુલિંગની સૌથી વધુ ઘટનાઓ વડોદરા અને સુરત સ્ટેશન વચ્ચે નોંધાઇ રહી છે.

Vadodara
author img

By

Published : Jul 18, 2019, 10:02 PM IST

ચાલુ ટ્રેનમાં ચેઈન પુલીંગ કરવો રેલવે એક્ટ મુજબ ગુનો બને છે. વડોદરામાં છેલ્લા 100 દિવસમાં નોંધાયેલા ચેઇન પુલિંગના 568 કેસ પૈકી 159 કેસમાં રેલવે એક્ટ 141 મુજબ કેસ કરવામાં આવ્યા છે. આ પ્રકારની ઘટનાઓમાં અત્યાર સુધી મહતમ રૂ.1000નો દંડ અને એક વર્ષની કેદની સજાની જોગવાઈ હતી. પરંતુ મોટાભાગની ઘટનામાં રૂ.500નો દંડ કરીને ચેઈન પુલિંગ કરનારા મુસાફરને છોડી દેવાતો હતો. આમ મામુલી દંડના કારણે ચેઇન પુલિંગની ઘટના વધુ બનતી હતી. આ મામલે ગત વર્ષે રેલવે એક્ટ 141માં સુધારો કરાયો છે. જે મુજબ હવે ચેઇન પુલિંગ કેસમાં આરોપીને રૂ.10,000નો દંડ અથવા તો એક વર્ષની કેદ અથવા તો બંને થઈ શકે છે.

જોકે હવે વડોદરા ડિવિઝન દ્વારા ટ્રેનમાં ચેઈન પુલિંગના બનાવોને અટકાવવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં સુરત અને વડોદરા સેકશનમાં લગભગ 20 જેટલા કર્મચારીઓ વિશેષ ટીમ બનાવીને ચેન પુલિગ તથા પ્રવાસી સમાનની ચોરી માટે અસરગ્રસ્ત ટ્રેનોમાં સુસજ્જ કરવામાં આવી છે. વડોદરા રેલવે ડિવીઝનના બધા રેલવે સુરક્ષા દળ પોસ્ટ પ્રભારીઓ દ્વારા જાગૃતિ અભિયાન અંતર્ગત પ્રવાસીઓને બિન જરૂરી ચેન પુલિંગ ન કરવા જાગૃત કરવામાં આવી રહ્યા છે.

Intro:
વડોદરા સ્ટેશન પર ચઇેન પુલિંગની ઘટનામાં વધારો 100 દિવસમાં ચેઇન પુલિંગની 500થી વધુ ઘટનાઓ નોંધાઇ..

ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો મસ્તી-મજાકમાં અથવા તો સામાન્ય કારણથી ચેઇન પુલિંગ કરીને ટ્રેનને રોકી દેતા હોય છે જેના કારણે રેલવેને દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન જાય છે. આવા કિસ્સાઓ રોકવા માટે હવે રેલવે દ્વારા ખાસ ટીમની રચના કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમા છેલ્લા ૧૦૦ દિવસમાં ચેઇન પુલિંગની ૫૬૮ ઘટનાઓ સામે આવી છે..વડોદરા ડિવિઝનમાં ચેઇન પુલિંગની સૌથી વધુ ઘટનાઓ વડોદરા અને સુરત સ્ટેશન વચ્ચે નોંધાઇ રહી છે..

Body:ચાલુ ટ્રેનમાં ચેઈન પુલીંગ કરવો રેલવે એક્ટ મુજબ ગુનો બને છે. વડોદરામાં છેલ્લા ૧૦૦ દિવસમાં નોંધાયેલા ચેઇન પુલિંગના ૫૬૮ કેસ પૈકી ૧૫૯ કેસમાં રેલવે એક્ટ ૧૪૧ મુજબ કેસ કરવામાં આવ્યા છે. આ પ્રકારની ઘટનાઓમાં અત્યાર સુધી મહતમ રૂ.૧૦૦૦નો દંડ અને એક વર્ષની કેદની સજાની જોગવાઇ હતી. પરંતુ મોટાભાગની ઘટનામાં રૂ.૫૦૦નો દંડ કરીને ચેઇન પુલિંગ કરનાર મુસાફરને છોડી દેવાતો હતો. આમ મામુલી દંડના કારણે ચેઇન પુલિંગની ઘટના વધુ બનતી હતી. આ મામલે ગત વર્ષે રેલવે એક્ટ ૧૪૧માં સુધારો કરાયો છે જે મુજબ હવે ચેઇન પુલિંગ કેસમાં આરોપીને રૂ.૧૦,૦૦૦નો દંડ અથવા તો એક વર્ષની કેદ અથવા તો બન્ને થઇ શકે છે..
Conclusion:જોકે હવે વડોદરા ડિવિઝન દ્વારા ટેન પુલિંગના બનાવોને અટકાવવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવશે.જેમા સુરત વડોદરા સેકશનમાં લગભગ ૨૦ જેટલા કર્મચારીઓ વિશેષ ટીમ બનાવીને ચેન પુલિગ તથા પ્રવાસી સમાનની ચોરી માટે અસરગ્રસ્ત ટ્રેનોમાં સુસજ્જ કરવામાં આવી છે..વડોદરા રેલ્વે ડિવીઝનના બધા રેલવે સુરક્ષા દળ પોસ્ટ પ્રભારીઓ દ્વારા જાગૃતિ અભિયાન અંતર્ગત પ્રવાસીઓને બિન જરૂરી ચેન પુલિંગ ન કરવા જાગૃત કરવામાં આવી રહ્યા છે..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.