વડોદરા ડભોઈ નગરમાં આવેલી રેફરલ હોસ્પિટલ (Dabhoi Referral Hospital vadodara) અત્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેની સુવિધા માટે નહીં પરંતુ અસુવિધા માટે. અહીં અત્યાધુનિક સાધનો સાથે ફિઝિયોથેરપિક વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારથી નગરજનોને રાહત થઈ છે. પરંતુ આ જ વિભાગમાં હવે છતમાંથી પાણી ટપકી રહ્યું છે. તેના કારણે અહીંના સાધનોને મોટું નુકસાન થાય તેવી સંભાવના છે. સાથે જ અહીં આવતા લોકો પણ લપસી જાય તો તેમને (Inconvenience at Physiotherapy Department) પણ નુકસાન થઈ શકે છે.
આ વિભાગમાં લોકો કસરત માટે આવે છે આપને જણાવી દઈએ કે, આ વિભાગમાં (Inconvenience at Physiotherapy Department) અકસ્માતે પડી જવાના કારણે ઈજાગ્રસ્ત થયેલા લોકો પોતાના હાડકાં અને અંગો પુનઃ પહેલાની જેમ કાર્યરત થાય તે માટે કસરત માટે આવતા હોય છે. પરંતુ હવે આ જ વિભાગમાં આવી અસુવિધાના કારણે કસરત માટે આવતા લોકોને જ ફરી સારવારની જરૂર પડી શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે. જોકે, આ વિભાગમાં આવનારા દર્દીઓને હોસ્પિટલમાં (Dabhoi Referral Hospital vadodara) હાજર ફિઝિયોથેરપિસ્ટ ડોક્ટરના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકારની કસરતો કરવા આવતા હોય છે. આના કારણે નગરજનોને મોટી રાહત જણાઈ રહી છે.
આ વિભાગમાં પાણીની રેલમછેલ છેલ્લા ઘણા સમયથી આ વિભાગની (Physiotherapy Department Dabhoi Referral Hospital) છતમાંથી સતત પાણી ટપકવાના (Inconvenience at Physiotherapy Department) કારણે આખા વિભાગમાં પાણીની રેલમછેલમ થાય છે અને સમગ્ર ફ્લોરિંગ પાણીવાળું થઈ જાય છે. એટલે કસરત માટે આવતા દર્દીઓને ફરીથી પડી જવાનો અને પોતાના હાડકા તૂટવાનો ભય જણાઈ રહ્યો છે. ન કરે નારાયણ અને જો કોઈ દર્દી અકસ્માતે લપસી જાય અને પડી જાય તો તેના હાડકા ફરીથી ભાગે અને પુન: પથારીવસ થવું પડે તો જવાબદાર કોણે ગણવા ? તેવી ચર્ચાઓ નગરજનોમાં ચાલી રહી છે.
તંત્ર દ્વારા જાણવા મળતી માહિતી દર્દીઓ અને દવાખાનાના જવાબદાર અધિકારીઓ પાસેથી (Inconvenience at Physiotherapy Department) જાણવા મળેલી હકીકત મુજબ, આ વિભાગની છતનું વર્ષ 2021ના વર્ષમાં જ રિનોવેશન કરવામાં આવ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરે યોગ્ય માર્ગદર્શનના અભાવને કારણે વેઠ ઉતરતું કામ કર્યું હોય તેમ જણાઈ રહયું છે. તેમ જ તકલાદી કામ કરી હોય તેવું પણ લાગી રહયું છે. દર્દીઓના મુખે તો ચર્ચાઈ રહ્યું છે કે. જ્યારે રિનોવેશનનું કામ કરવામાં આવ્યું હશે ત્યારે કોન્ટ્રાક્ટરે તકલાદી મટીરીયલનો ઉપયોગ કરી મિલિભગત કરી વેઠ ઉતારતું સમારકામ કર્યું હશે તો જ ટૂંકા ગાળામાં ફરીથી છતમાંથી પાણી ટપકવા લાગ્યા છે અને વગર ચોમાસે આ વિભાગમાં પાણીની રેલમ છેલમ જોવા મળી રહી છે.
લાખો રૂપિયાના ખર્ચે મૂકવામાં આવ્યા છે સાધનો સરકારની વિવિધ યોજનાઓમાંથી મળેલી ગ્રાન્ટમાંથી આ વિભાગમાં કસરત માટેના અત્યાઘુનિક સાધનો લાખો રૂપિયાના ખર્ચે મૂકવામાં આવ્યા છે. તેમ જ આ વિભાગમાં (Physiotherapy Department Dabhoi Referral Hospital) રહેલા વિવિધ ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પણ મોટું નુકસાન થઈ શકે તેવી સંભાવના છે. જેથી આ હોસ્પિટલના પ્રશાસકો આ બાબતે પૂરતું ધ્યાન આપે અને સત્વરે આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી નગરજનોની પ્રચંડ માંગ છે.
સમસ્યાનું સમાધાન આવે તેવી શક્યતા આ અંગે હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. આરતી સિંઘે (Physiotherapy Department Dabhoi Referral Hospital) જણાવ્યું હતું કે, આ વિભાગમાં પાણી પડી રહ્યું છે તે અમારી ધ્યાનમાં છે અને આગામી નવી સરકારી ગ્રાન્ટમાંથી છતના ઉપરના ભાગેથી રિનોવેશન થાય તે માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે. અમારા ઉપરી જવાબદાર અધિકારીઓનું પણ આ બાબતે ધ્યાન દોરતી રજૂઆતો કરી છે. ટૂંકા ગાળામાં જ નાગરિકોને પડતી આ સમસ્યાઓનો ઉકેલ આવે તેવા પ્રયત્નો અમો કરીશું તેમ જણાવ્યું હતું. હવે જોવાનું એ રહે છે કે, હોસ્પિટલના પ્રશાસકો નાગરિકોને પડતી આ સમસ્યાનું સમાધાન ક્યારે લાવે છે? અને નગરજનો રાહતનો શ્વાસ કયારે લઇ શકે છે એ તો આવનાર સમય જ બતાવશે.