ETV Bharat / state

National Highway Projects in Vadodara : દુમાડ અને દેણા ચોકડી ફ્લાયઓવર બ્રિજ ખુલ્લો મૂકતાં નીતિન ગડકરી, અન્ય યોજનાઓ જાહેર કરી

48 કરોડના ખર્ચે બનેલા વડોદરાના દુમાડ અને દેણા ચોકડી ફ્લાયઓવર બ્રિજનું કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીના હસ્તે લોકાર્પણ થયું છે. સમયના બચાવ સાથે નાગરિકોને આવાગમનમાં સરળતા થશે અને ટ્રાફિકમાંથી ખૂબ મોટી રાહત મળશે.

National Highway Projects in Vadodara : દુમાડ અને દેણા ચોકડી ફ્લાયઓવર બ્રિજ ખુલ્લો મૂકતાં નીતિન ગડકરી, અન્ય યોજનાઓ જાહેર કરી
National Highway Projects in Vadodara : દુમાડ અને દેણા ચોકડી ફ્લાયઓવર બ્રિજ ખુલ્લો મૂકતાં નીતિન ગડકરી, અન્ય યોજનાઓ જાહેર કરી
author img

By

Published : Jun 2, 2023, 5:54 PM IST

દુમાડ અને દેણા ચોકડી ફ્લાયઓવર બ્રિજ લોકાર્પિત

વડોદરા: કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી દ્વારા શહેર નજીક નેશનલ હાઇ-વે પર આવેલા દુમાડ અને દેણા ચોકડી પર રૂપિયા 48 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ દિલ્હી મુંબઈ-કોરિડોર એક્સપ્રેસ-વેનું નિરીક્ષણ કરી પ્રધાન દુમાડ જંક્શન ખાતે જાહેરસભાને સંબોધી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય વાહનવ્યવહાર પ્રધાન હર્ષ સંઘવી અને સાંસદ રંજનબેન ભટ્ટની પણ ઉપસ્થિતિ રહી હતી.

નીતિન ગડકરીએ કર્યું નિરીક્ષણ
નીતિન ગડકરીએ કર્યું નિરીક્ષણ

સમય, ઇંધણની બચત અને ટ્રાફિકથી મુક્તિ : બંને બાજુ સર્વિસ રોડ સાથે તૈયાર થયેલા આ 12 લેનના ફ્લાયઓવર બ્રિજથી વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનો તો સુખદ અંત આવશે જ, સાથે અકસ્માતોના બનાવોમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાશે. અત્યાર સુધી દુમાડ ચોકડી પાસે દુમાડ, સાવલી, વડોદરા શહેર, નેશનલ હાઈવે નંબર-8 અને એક્સપ્રેસ વે આ તમામનું ટ્રાફિક ભેગું થતું હતું. જેના કારણે અહીં વાહનોની લાંબી કતારો લાગવાથી ઇંધણના બગાડ સાથે એક વાહનચાલકનો સરેરાશ 35 મિનિટ જેટલો સમય પણ બગડતો હતો. પરંતુ હવે વાહન વ્યવહાર આવાગમનમાં સરળતા થશે અને વાહનચાલકોને ખૂબ મોટી રાહત મળશે. જેના કારણે ઇંધણના ખર્ચ સાથે સમય અને વિદેશી હૂંડિયામણની પણ બચત થશે.

  • वडोदरा, गुजरात में राष्ट्रीय राजमार्ग पर सुधार कार्य एवं नई परियोजनाओं की घोषणा!#PragatiKaHighway #GatiShakti pic.twitter.com/o1ZjcJk4I4

    — Nitin Gadkari (@nitin_gadkari) June 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભય વગર હાઇવે ક્રોસ કરી શકાશે : ફ્લાયઓવર બ્રિજના લોકાર્પણ બાદ વડોદરાથી દેણા ગામ થઇ સાવલી તરફ જનારા લોકો તેમજ સાવલીથી દેણા ગામ થઇ વડોદરા આવનારા લોકો અકસ્માતના ભય વગર હાઇવે ક્રોસ કરી શકશે. હવેથી માત્ર સાવલી કે વડોદરા શહેર આવતા-જતા વાહનચાલકો જ સર્વિસ રોડનો ઉપયોગ કરશે. જેના કારણે દેણા-દુમાડ ચોકડી પાસે ટ્રાફિકનું ભારણ અને અકસ્માતોનું પ્રમાણ બંનેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.

હર્ષ સંઘવીએ માન્યો કેન્દ્ર સરકારનો આભાર : આ કાર્યક્રમમાં રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હાઇવે પર બ્રિજનું નિર્માણ માત્ર વડોદરાના જ નાગરિકોને નહીં પણ હજારો લોકો અમદાવાદથી સુરત, મુંબઈ જાય છે તેઓ માટે ખૂબ ઉપયોગી બનશે. દેણા ચોકડી નજીક સૌથી વધુ અકસ્માતમાં લોકોએ જીવ ગુમાવ્યા છે તેવા પરિવારોને હવે અન્ય કોઈ વ્યક્તિનો જીવ નહીં ગુમાવે તેથી કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા આ પ્રોજેકટ પાછળ ખૂબ મહેનત કરી છે. યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે ભારતના તિરંગને લઈ નાગરિકો પરત ફર્યા છે, તેવા સરકારે કામ કર્યા છે. આટલા નાના પ્રોજેક માટે જાતે ખાતમુહૂર્ત કર્યું અને આજે લોકાર્પણ તે માટે પ્રધાન નીતિન ગડકરીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ બંને જગ્યાએ અકસ્માત અને ટ્રાફિકની સમસ્યાને લઈ આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષમાં લાખો લોકો અકસ્માતમાં મોતને ભેટ છે. કેટલાક પરિવારોમાં એકના એક દીકરાનું અકસ્માતમાં મોત થતા પરિવાર આખો ખતમ થઈ જાય છે. ગુજરાતણ 88 ટકા બ્લેક સ્પોટ સુધારવામાં આવ્યા છે.ગુજરાતનું પોલીસ વિભાગ અન્ય બ્લેકસ્પોટ નક્કી કરે હું તેને સુધારવાનું કામ કરીશ. ઈનફાસ્ટ્રક્ચર સારું નહીં હોય તો વિકાસ નહીં થઈ શકે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારમ મજબૂત સડકો બનાવવાં આવી...નીતિન ગડકરી (કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન )

અન્ય યોજનાઓ જાહેર : અન્ય યોજનાઓ જાહેર કરતાં તેમણે 2024 પૂર્ણ થતાં દેશના તમામ માર્ગો વર્લ્ડ સ્ટાન્ડર્ડ બનાવીશું તેવી ખાત્રી આપી છે. દ્વારકાના સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન વડાપ્રધાન ગુજરાત આવીને કરશે. ગુજરાતમાં 2 મહિનામાં દિલ્હી-મુંબઈ વેનું ઉદ્ઘાટન કરશે જેથી મુસાફરોને દિલ્હીથી મુંબઈ જવા માટે સમય બચશે. ટર્નલના માધ્યમથી અંતર સાથે સમય ઘટાડવાનું કાર્ય ચાલી રહ્યું છે. 20 હાઇવે એવા છે કે જ્યાં હવાઈ જહાજ પણ ઉતારી શકાય છે. વડોદરા વાપી જતાઆવતાં 2 લેન છે તે તમામ વિસ્તારોની સડકને ફોરલેન બનવવા માટે મંજૂરી આપવામાં આવી છે.

સપ્ટેમ્બર 2021માં ખાતમુહૂર્ત : મહત્વનું છે કે, સપ્ટેમ્બર-2021 માં કેન્દ્રીય મંત્રીશ્રી ગડકરીના હસ્તે વડોદરા નજીક દુમાડ ચોકડી ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 અને એક્સપ્રેસ વે પર વડોદરા-સાવલી જંક્શનના સુધાર કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન અવસરે વાહન વ્યવહાર રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્યો તથા એન.એચ.એ.આઈ અને માર્ગ-મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિત રહી હતી.

અન્ડરપાસ સોલાર લાઇટથી સુસજ્જ : ટ્રાફિક સમસ્યા અને અકસ્માતમાં મુક્તિ મળે તે માટે બનાવેલ દેણા અન્ડર પાસ 1 કિલોમીટર અને દુમાડ 3 કિલોમીટરનો ફ્લાયઓવર બ્રિજ બનાવવાં આવ્યો છે. દેણા અન્ડર પાસમાં 59 સોલાર લાઈટો સાથે બ્રિજના લાંબા આયુષ માટે પોલીમર મોડીફાઇડ બીટોમીન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બંને સ્પોટ અકસ્માત ઝોન તરીકે પ્રચલિત છે, ત્યારે હવે તેનો અંત આવશે. અહીં 3-3 મીટરના સર્વિસ રોડ સાથે 12 લેનના ફ્લાયઓવરથી વાહન વ્યવહાર સરળ થશે અને અકસ્માતમાં ઘટાડો અને સમય અને ઇંધણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

  1. Vadodara Dumad Bridge : કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરી દેણા અન્ડરપાસ અને દુમાડ બ્રિજનું લોકાર્પણ કરશે
  2. Baba Bageshwar In Gujarat: વડોદરામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને આખરી ઓપ અપાયો, રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી રહેશે હાજર
  3. Electric Vehicles: વડોદરામાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો પરંતુ મેજર EV ચાર્જરની સંખ્યા માર્યાદિત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.