ETV Bharat / state

વડોદરામાં પાલિકાની દબાણ હટાવો કામગીરી યથાવત

શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નં.9માં સમાવિષ્ટ ટીપી - 5માં કિશનવાડીથી ઝંડા ચોકથી સાંઇ ડુપ્લેક્ષથી ગિરીરાજ સોસાયટી સુધીના 13.50 મીટરના રસ્તે કરાયેલા ઓટલા, પતરાના શેડ અને કમ્પાઉન્ડ વોલ સહિત પાણીની ટાંકી સહિત નાના મોટા 31 જેટલા દબાણો ઉપર મહાનગર પાલિકાની દબાણ શાખાએ બૂલડોઝર ફેરવી રસ્તો ખૂલ્લો કર્યો હતો.

વડોદરામાં પાલિકાની દબાણ હટાવો કામગીરી યથાવત
વડોદરામાં પાલિકાની દબાણ હટાવો કામગીરી યથાવત
author img

By

Published : Apr 12, 2021, 5:39 PM IST

  • કિશનવાડી વિસ્તારમાં દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી
  • 31 જેટલા કાચા-પાકા મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું
  • સાડા તેર મીટરના રોડ ઉપર લોકોએ ગેરકાયદે દબાણો ઉભા કર્યા

વડોદરાઃ શહેરમાં ઠેર-ઠેર ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટયો છે. જયાં આભ જ ફાટયુ હોય ત્યાં પાલિકા કેવી રીતે થીંગડા મારે ? આવુ જ કાંઇક શહેરના વિકસીત કિશનવાડી વિસ્તારમાં જોવા મળ્યું હતું. શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નં.9માં કિશનવાડીથી ઝંડા ચોક વિસ્તારના ટીપી - 5માં સાંઇ ડુપ્લેક્ષથી જનતા ચોક ગિરીરાજ સોસાયટી સુધીના 13.50 મીટરના રોડ પાસે મકાનોમાં રહેતા લોકોએ પોતપોતાની રીતે રોડ પર ગેરકાયદે દબાણો કાચા પાકા બનાવી દીધા હતા. જીઈબી,ટીપી સ્ટાફ, ફાયરબ્રિગેડ તેમજ પાણીગેટ પોલીસને સાથે રાખી કામગીરી હાથ ધરાઇ હતી.

વડોદરામાં પાલિકાની દબાણ હટાવો કામગીરી યથાવત

આ પણ વાંચોઃ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દબાણો હટાવવામાં આવ્યાં

કાચા પાકા મળી કુલ 31 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા

આ અંગે માહિતી આપતા પાલિકાના દબાણ અધિકારી રાજેશ મેકવાને જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે સોમવારે પાણીગેટ પોલીસ મથકના જવાનોને સાથે રાખ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા સહિત જીઈબીની ટીમ તેમજ ફાયરબ્રિગેડને પણ સાથે રાખવામાં આવી હતી અને ગેરકાયદેસર કમ્પાઉન્ડ વોલ, ઓટલા ,પતરાંના શેડ ,સંડાસ, બાથરૂમ,પાણીની ટાંકી સહિતના 31 જેટલા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પાલિકાના ટીપીના એન્જીનિયર ,સર્વેયરનો સ્ટાફ પણ તૈનાત રખાયો હતો. કાચા પાકા મળી કુલ 31 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.