ETV Bharat / state

વડોદરામાં તસ્કરો 4 લાખની ચોરી કરી રફુચક્કર

author img

By

Published : Nov 28, 2019, 8:53 PM IST

વડોદરા: શહેરના કોઠી ચાર રસ્તા પાસેના કોમ્પલેક્ષમાં ગુરૂવારે વહેલી સવારે તસ્કરો કારમાં આવીને રૂપિયા 4 લાખની ચોરી કરી રફુચક્કર થઇ ગયા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી. આ બનાવની જાણ કારેલીબાગ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તસ્કરી ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

વડોદરા
etv bharat

વડોદરા શહેરના કોઠી ચાર રસ્તા પાસેના કોમ્પલેક્ષમાં વહેલી સવારે તસ્કરો કારમાં આવ્યાં હતા. કોમ્પલેક્ષમાં આવેલા એક મકાનમાં તસ્કરોએ ઘરમાં ઘૂસી રૂપિયા 4 લાખ લોનના નાણાં સહિત દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાની ઘટના સામે આવી છે. જો કે, તસ્કરી ટોળકીની તમામ હરકતો કોમ્પલેક્ષમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ હતી.

વડોદરામાં તસ્કરો રૂપિયા 4 લાખની ચોરી કરી રફુચક્કર

શહેરના કોઠી ચાર રસ્તા પાસે આવેલા શ્રી રામ કોમ્પલેક્ષમાં રહેતા રમેશભાઇ કિશનભાઇ કહારના પુત્રના લગ્ન હોવાથી તેમણે 4 લાખની બેન્ક લોન લીધી હોવાનું પરિવારના સભ્યોએ જણાવ્યું હતું. જે દરમિયાન બુધવારે પરિવારના સભ્યો લગ્નની ખરીદી કરવા માટે બહાર ગયા હતા. જો કે, ખરીદીમાં મોડું થઇ જતા પાણીગેટ સ્થિત સંબંધીના ઘરે જ રોકાઇ ગયા હતા. જે દરમિયાન ગુરૂવાર વહેલી સવારે પાડોશીઓએ ઘરમાં ચોરી થઇ હોવાની રમેશભાઇને ટેલીફોનિક જાણ કરી હતી. ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થતાં પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. જેથી પરિવારના તમામ સભ્યો તાત્કાલીક ઘરે પહોંચી સમગ્ર સામાન વેરવિખેર હાલતમાં પડેલો જોતા ચોકી ઉઠ્યા હતા.

નોંધનીય છે કે, કારમાં આવેલ તસ્કરી ટોળકીએ રમેશભાઇના મકાન સાથે કોમ્પલેક્ષના અન્ય મકાનને પણ નિશાન બનાવ્યું હતુ. જોકે, ઘરમાંથી કંઇ મળી ન આવતા તેઓ ફરાર થઇ ગયા હતા. જોકે, આ સમગ્ર ઘટના કોમ્પલેક્ષમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ હતી. બનાવને પગલે કારેલીબાગ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તસ્કરી ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Intro:વડોદરા શહેરમાં ઠંડીની શરૂઆત થતા તસ્કરો સક્રિય થયા, તસ્કરોએ રૂપિયા 4 લાખની ચોરી કરી રફુચક્કર, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ..Body:વડોદરા શહેરના કોઠી ચાર રસ્તા પાસેના કોમ્પલેક્ષમાં વહેલી સવારે તસ્કરો કારમાં આવ્યાં હતા. કોમ્પલેક્ષમાં આવેલા એક મકાનને ટાર્ગેટ કરી તસ્કરોએ ઘરમાં ઘૂસી પિતાએ પુત્રના લગ્ન કરાવવા માટે લીધેલી રૂપિયા 4 લાખ લોનના નાણા સહીત દાગીનની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાની ઘટના સામે આવી છે. જોકે તસ્કરી ટોળકીની તમામ હરકતો કોમ્પલેક્ષમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. Conclusion:શહેરના કોઠી ચાર રસ્તા પાસે આવેલા શ્રી રામ કોમ્પલેક્ષમાં રહેતા રમેશભાઇ કિશનભાઇ કહારના પુત્રના આગામી પાંચી તારીખે લગ્ન હોવાથી તેમણે રૂ. 4 લાખની બેન્ક લોન લીધી હોવાનુ પરિવારના સભ્યોએ જણાવ્યું હતુ. દરમિયાન ગત રોજ પરિવારના સભ્યો લગ્નની ખરીદી કરવા માટે બહાર ગયા હતા. જોકે ખરીદીમાં મોડુ થઇ જતા પાણીગેટ સ્થિત સંબંધીના ઘરે જ રોકાઇ ગયા હતા. દરમિયાન વહેલી સવારે પાડોશીઓએ ઘરમાં ચોરી થઇ હોવાની રમેશભાઇને ટેલીફોનિક જાણ કરી હતી.

ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થતાં પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. જેથી પરિવારના તમામ સભ્યો તાત્કાલીક ઘરે પહોંચી જોતા સમગ્ર સામાન વેરવિખેર હાલતમાં પડેલો જોતા ચોકી ઉઠ્યા હતા. નોંધનીય છે કે કારમાં આવેલ તસ્કરી ટોળકીએ રમેશભાઇના મકાન સાથે કોમ્પલેક્ષના અન્ય મકાનને પણ નિશાન બનાવ્યું હતુ. જોકે ઘરમાંથી કંઇ મળી ન આવતા તેઓ ફરાર થઇ ગયા હતા. જોકે આ સમગ્ર ઘટના કોમ્પલેક્ષમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. બનાવને પગલે કારેલીબાગ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તસ્કરી ટોળકીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.