વડોદરા : શહેરમાં એક યુવતિએ પોતાની જાત સાથે જ લગ્ન કરવાની જાહેરાત (Vadodara girl will marry herself)કરીને સૌને ચોંકાવી દીધા હતા. આ મામલે આજે એક રોચક વળાંક (Marry yourself)સામે આવ્યો છે. જેમાં શહેરના પૂર્વ ડે. મેયર સુનિતા બહેન શુક્લએ યુવતીના પોતાની જાત સાથેના લગ્નનો વિરોધ કર્યો છે. જે મંદિરે તેના લગ્ન થવાના હતા, ત્યાંના મંદિરના મેનેજમેન્ટ સાથે સંવાદ સાધીને લગ્નનું સ્થળ કેન્સલ કરાવી દીધું છે.
આ પણ વાંચોઃ એક એવી યુવતી જે પોતાની જાત સાથે લગ્ન કરશે, કોણ છે આ યુવતી જાણો તેની જુબાની
પોતાની જાત સાથે જ લગ્ન કરવાની જાહેરાત - વડોદરાની સંસ્કારી નગરી તરીકેને ઓળખ વિશ્વભરમાં છે. આજકાલ વડોદરા એક અલગ જ કારણોસર ચર્ચામાં છે. વડોદરાની યુવતી ક્ષમાએ બે દિવસ પહેલા પોતાની જાત સાથે જ લગ્ન (Young woman will marry him in Vadodara)કરવાની 11 જૂન તારીખ જાહેર કરી હતી. આ લગ્ન રીતિ રિવાજ અને ફેરાથી લઇને ભારતીય પરંપરા પ્રમાણે જ કરવાના હતા. આ લગ્નમાં તેમાં બસ વરરાજા નહીં હોય.
ગુજરાતના પહેલાં આત્મ -વિવાહ - આ લગ્ન ગુજરાતના પહેલા આત્મ-વિવાહ કહેવામાં આવી રહ્યા છે. આ લગ્નની વાત વહેતી થતા જ સમાજની ચિંતા કરતા લોકો સામે આવી રહ્યા છે, અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. આ મામલે આજે શહેરના પૂર્વ ડે મેયર સુનિતાબહેન શુક્લએ જણાવ્યું હતું કે, આ યુવતિના લગ્નની વાત સાંભળી જે મંદિરમાં તે લગ્ન કરવાની છે તે અમારા વિસ્તારનું છે. આ યુવતીએ મંદિરમાં એવી વાત કરી હતી કે, મારે કુંભ લગ્ન કરવાના છે.
આ પણ વાંચોઃ અમેરીકાથી આવેલા યુગલે ગંગોત્રીમાં ચાર ફેરા લીધા, કન્યાનું સપનું થયું સાકાર જૂઓ વીડિયો
મંદિરમાં લગ્ન કરે તેનો વિરોધ - સામાન્ય રીતે કુંડળીમાં ચોક્કસ યોગ હોત તો તેના નિવારણ માટે યુવક-યુવતિઓ પ્રથમ કુંભ જોડે લગ્ન કરે છે અને પછી તેઓના લગ્ન થાય છે. પરંતુ આ યુવતિએ મંદિરમાં જે કહ્યું તેનાથી વિપરીત મીડિયામાં પ્રસિદ્ધ થવા માટે કહ્યું હતું. સંસ્કારી નગરીમાં આ પ્રકારનું દુષણ ચલાવી લેવાય નહિ. કોઇ ચોક્કસ ષડયંત્રના ભાગ રૂપે આ લગ્ન કરવામાં આવ્યા હોવાનું જણાય છે. યુવતી સમાજમાં છવાઇ જવા માંગે છે. યુવક-યુવતીને ગેરમાર્ગે દોરે તેનું આ કૃત્ય છે. યુવતી મંદિરમાં લગ્ન કરે તેનો વિરોધ છે. તેણે અન્યત્રે જે કરવું હોય તે કરી શકે, પરંતુ મંદિરમાં નહી.