વડોદરાઃ અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદનો વિવાદ શાંત થયો છે. ને ત્યાં હવે શક્તિપીઠ પાવાગઢનો વિવાદ શરૂ થયો છે. પાવાગઢમાં હવે 20 માર્ચથી છોલેલા શ્રીફળ ઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેના કારણે ભાવિભક્તો અને હિન્દુ સંગઠનો ભારે વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે આ બાબતને લઈ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળે વડોદરામાં વિરોધ કર્યો હતો.
આ પણ વાંચોઃ pavagadh mahakali temple: અંબાજી બાદ પાવાગઢ મંદિરે શ્રીફળ ન વધારવાનો નિર્ણય
AHPની ચિમકીઃ AHPએ કલેક્ટર કચેરી ખાત રામધૂન બોલાવીને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. તો આગામી સમયમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા 101 શ્રીફળ "ચાલો પાવાગઢ" પદયાત્રા થકી વધેરવામાં આવશે. આ ધાર્મિક સ્થાન પણ સારંગપુર હનુમાનજી મંદિર જેવી વ્યવસ્થા કરવામાં આવે તેવું આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદની માગ છે.
પરંપરા જળવવાઈ રહેવી જોઈએ: આ અંગે આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ ઉમેશ જોષીએ જણાવ્યું હતું કે, પાવાગઢ મંદિર ખાતે લેવાયેલા નિર્ણયને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. શ્રીફળ વધેરવાના નિર્ણયને લઈ આ વિષય શ્રદ્ધા આસ્થા સાથે સંકળાયેલો અને હિન્દુ વિધિ પ્રમાણે શ્રીફળ વધેરવામાં આવે છે. પાવાગઢ ટ્રસ્ટે નિર્ણય નિર્ણય પાછો લે તેવી માગ સાથે અમે આજે અહીં આવ્યા છીએ. અગાઉ પણ આ જ પ્રકારે અંબાજી મંદિર ખાતે પ્રસાદના નિર્ણય લેવાયો હતો, જે પાછો ખેંચવામાં આવ્યો છે. હિન્દુઓને પરંપરા અને ધાર્મિક આસ્થા સાથે શ્રીફળ વધેરવાનું ચાલુ રહે તેવી માગ સાથે અમે અહીં આવ્યા છીએ.
101 શ્રીફળ "ચલો પાવાગઢ" થકી વધેરીશું: સાથે તેમણે જણાવ્યું હતું કે, આ નિર્ણય સફાઈને લઈને લેવામાં આવ્યો છે, પરંતુ સારંગપુર ખાતે પણ લાખો માઈભક્તો દ્વારા શ્રીફળ વધેરવામાં આવે છે. ત્યાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા અને અસ્વચ્છતા ઊભી થતી નથી. તો પાવાગઢ ખાતે આવો નિર્ણય શા માટે. આ બાબતે કોઈ અડચણ આવતી હોય ત્યારે ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરી તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, ના કોઈ ભક્તોને પરંપરાથી રોકવા જોઈએ. આગામી સમયમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો શંખનાદ, ઘંટનાદ કરીશું સાથે ધરણાં કરીશું. છતાં પણ નિર્ણય નહીં બદલવામાં આવે તો "ચલો પાવાગઢ" થકી લાખો ભાવિ ભક્તો સાથે પાવાગઢ મંદિર પોહચી 101 શ્રીફળ વધેરવાનો સંકલ્પ લઈએ છીએ તેવું જણાવ્યું હતું.