ETV Bharat / state

વડોદરામાં ત્રણ વર્ષના બાળકનું પાણીની નીકમાં પડી જતા મોત, Cctv આવ્યા સામે - પાણીની પાઈપમાં પડી જતાં બાળકનું મોત

વડોદરામાં રેસિડન્સી હોટલની (Residency Hotel in Vadodara) પાણીની નીકમાં ડૂબી જતા 3 વર્ષના બાળકનું મોતની ધટના બની છે. મ્યુઝિકલ પાર્ટી ચાલી રહી હતી અને બાળક રમતા રમતા નીકમાં પડી ગયું ગંભીર બેદરકારી બદલ હોટલ સંચાલક સામે ગુનો નોંધવામાં આવશે. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

વડોદરામાં ત્રણ વર્ષના બાળકનું પાણીની નીકમાં પડી જતા મોત, Cctv આવ્યા સામે

author img

By

Published : Oct 17, 2022, 6:31 PM IST

વડોદરા એક્સપ્રેસ રેસિડન્સી હોટલની (Residency Hotel in Vadodara) પાણીની નીકમાં ડૂબી જતા ૩ વર્ષના બાળકનું મોત થયાની ધટના બની છે. માતા સાથે બાળક બર્થ ડે પાર્ટીમાં હોટલમાં ગયું હતું. મ્યુઝિકલ પાર્ટી ચાલી રહી હતી અને બાળક રમતા રમતા નીકમાં પડી ગયું ગંભીર બેદરકારી બદલ હોટલ સંચાલક સામે ગુનો નોંધવામાં આવશે. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

ત્રણ વર્ષના બાળકનું પાણીની નીકમાં પડી જતા મોત, Cctv આવ્યા સામે

મ્યુઝિકલ પાર્ટીનું આયોજન વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી એક્સપ્રેસ હોટલની લોનમાં એક ખાનગી મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના જ કેટલાક આમંત્રિત મહેમાનો પણ આ પાર્ટીની મોજ માણી રહ્યા હતા. મ્યુઝિકલ પાર્ટીની મજામાં વ્યસ્ત આમંત્રિત મહેમાનોને જરા પણ અંદાજો નહોતો કે આ મોજ વચ્ચે એક દુઃખદ ઘટના પણ બનવાની છે. આમંત્રિત મહેમાનો માના એક પરિવારનો ત્રણ વર્ષનો દીકરો હોટલની જ આ લોન ગાર્ડનની બાજુની જગ્યા આવેલી પાણીની નીકમાં પડી જતા ફસાઈ ગયો હતો. ત્યાં જ તેનું મૃત્યુ થયું હતું. મ્યુઝીકલ પાર્ટીના શોર અને ઘોંઘાટ વચ્ચે આ ઘટના બનવાની જાણ કોઈને થઈ નહીં અને એક પરિવારે પોતાના ત્રણ વર્ષનો બાળક ગુમાવવો પડ્યો છે. સમગ્ર બાબતને લઈને હજુ મૃતક બાળકના પરિજનો દ્વારા કોઈ વિશેષ ફોજદારી બાબતને આગળ વધારવામાં આવી નથી. મોટી હોટલના માલિકો સામે આ ઘટનાને પગલે પોલીસ પણ તપાસ કરી રહી હોવાની વિગતો મળી છે.

બદનામીના છાંટા જો કે એક તરફ ખાનગી પાર્ટીના આયોજનને પગલે મ્યુઝિકના શોર અને ઘોંઘાટમાં વ્યસ્ત આમંત્રિત મહેમાનોની જાણ બહાર બનેલી આ દુઃખદ ઘટનાને લઈને બાળકના પરિવારમાં પણ શોકનો માહોલ છવાયો છે. ત્યારે પાણીની નિકશા માટે ખુલ્લી રાખવામાં આવી હતી સાથે શું ખરેખર આ સમગ્ર ઘટનામાં હોટલ સંચાલકોની કોઈ ખાસ મોટી ભૂલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ થવી આવશ્યક છે. સાથે પોતાના અંગત આનંદમાં વ્યસ્ત મા-બાપ અને પરિજનો માટે પણ આ આંખ ઉઘડનારો કિસ્સો છે. બાળકોનું ધ્યાન રાખવું અને આવા ખાનગી કાર્યક્રમોમાં પોતાના આનંદમાં વ્યસ્ત રહેવા કરતાં વધારે બાળકો તરફ નજર રાખવી પણ જરૂરી બને છે. ત્યારે હાલ તો સમગ્ર ઘટનાને પગલ વડોદરા શહેરની એક ખાનગી હોટલ પર પણ ક્યાંક ને ક્યાંક બદનામીના છાંટા ઉડી રહ્યા છે. ત્યારે એક પરિવારે પોતાના ત્રણ વર્ષના બાળકને ગુમાવવાનું વારો આવ્યો છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.